કુણ તપ કીધલાં વ્રજતણી વનિતા રંગભીનો જેને સંગ રાતા..૪/૪

કુણ તપ કીધલાં વ્રજતણી વનિતા, રંગભીનો જેને સંગ રાતા;
ઝળકે તે વદન નિત્ય રંગ મચવે ઝડી, ઘડી મેલી નથી દૂર જાતા.             કુ૦ ૧
કોટી કલપાંત લગ નિમ વ્રત કરતાં, જેનો લક્ષ ઉરમાંહી નાવે;
તે વ્રજ વનિતાતણે તણે વાંસે ફરે, કાનુડો કાનુડો કઇ બોલાવે.             કુ૦ ૨
કાળના કાળ ભુપાલ ભુપોતણા, બિવાર્યા અલ્પ ભય થકી બીવે;
મહાજજ્ઞતણા અન્નની રૂચી નહીં, પ્રમદા તણી લે છાસ પીવે.                કુ૦ ૩
પરાપર પાર તે પાર પરમાત્મા, વેદની ન પહોંચે તહાં વાણી;
બ્રહ્માનંદ કહે વ્રજનારને વાટમાં, દાણ રોકી લીએ થઇ દાણી.              કુ૦ ૪ 

મૂળ પદ

આજ ઉજાગરો નેણ દીસે હરિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી