શરણું તું તો લેને રે નટવર શ્યામનું રે ;૨/૪

૨૨૮૬ ૨/૪ પદ : ૨
શરણું તું તો લેને રે નટવર શ્યામનું રે ;
તજી દેને મૂરખ ઠાલિ તાણ રે . શ. ટેક.
વારીને વલોણે રે ધૃત નવ નીકળે રે;
તેવું આ જગતનું ડહાપણ જાણ રે . શ. ૧
કુબુદ્ધિ મેલીને રે જતન કરે જીવનું રે ;
જોને તારી ઉમર વુઢિ જાય રે . શ. ૨
પ્રભુનાં ભજન વિના રે તુંને પ્રાણિયા રે ;
કોઇ દિન સુખ સુપને નહિ થાય રે. શ. ૩
મોટેરો થઇને ફરે અભિમાનમાં રે;
જાણે હું જીવાડું પરિવાર રે . શ. ૪
શકટને હેઠે રે શ્વાન જેમ ચાલતું રે ;
માને સર્વે પોતાને શિર ભાર રે. શ. ૫
ભરણ ને પોષણ રે સૌનું હરિ કરે રે;
સુખ દુઃખ સૌનું હરિને હાથ રે. શ. ૬
એવું તું જાણીને રે તજ અહંકારને રે;
ભજી લેને બ્રહ્માનંદનો નાથ રે . શ. ૭

મૂળ પદ

પ્રભુ સાથે કરને રે નર તું પ્રીતડી રે ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નારાયણસેવાદાસજી સ્વામી - હરિયાળા ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0