ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી ૨/૪

ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી;
	ત્રિવિધ તાપે રે, કે દી અંતર ડોલે નાહીં...૧
નિધડક વરતે રે, દૃઢ ધીરજ મનમાં ધારી;
	કાળ કર્મની રે, શંકા તે દેવે વિસારી...૨
મોડું વહેલું રે, નિશ્ચે કરી એક દિન મરવું;
	જગ સુખ સારુ રે, કે દી કાયર મન નવ કરવું...૩
અંતર પાડી રે, સમજીને સવળી આંટી;
	માથું જાતાં રે, મેલે નહિ તે નર માટી...૪
કોઈની શંકા રે, કે દી મનમાં તે નવ ધારે;
	બ્રહ્માનંદના રે, વહાલાને પળ ન વિસારે...૫
 

મૂળ પદ

હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ભુજમેં આયે ભયહારી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

ભક્તિ સુધા
Live
Audio
0
0