પેટ કટારી રે, પહેરીને સનમુખ ચાલ્યા ૪/૪

પેટ કટારી રે, પહેરીને સનમુખ ચાલ્યા;
	પાછા ન વળે રે, કોઈના તે ન રહે ઝાલ્યા...૧
આમા સામા રે, ઊડે ભાલા અણિયાળા;
	તે અવસરમાં રે, રહે રાજી તે મતવાલા...૨
સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે;
	જીવિત જૂઠું રે, મરવું તે મંગળ જાણે...૩
તેની પેરે રે, હરિજન પણ જોઈએ તીખા;
	અંતરશત્રુને રે, લાગે અતિ વજ્ર સરીખા...૪
માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે;
	બ્રહ્માનંદ કહે રે, તે સંત હરિમન ભાવે...૫
 

મૂળ પદ

હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી