કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું ૧/૪

કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું...કાનુડા૦ ટેક.
દુરિજન લોક દુર્ભાષણ બોલે, તે હૈડે નવ ધરવું રે...કોઈ૦ ૧
સગાં કુટુંબી સર્વે સંગાથે, હેતલડું પરહરવું રે...કોઈ૦ ૨
સંસારીથી સગપણ ત્રોડી, કાનકુંવરથી કરવું રે...કોઈ૦ ૩
બ્રહ્માનંદ કે’ મન કર્મ વચને, વ્રજજીવનને વરવું રે...કોઈ૦ ૪
 

મૂળ પદ

કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0