Logo image

પ્રાણી શી ગતિ તારી થાશે રે, પ્રાણી શી ગતિ તારી થાશે રે

પ્રાણી શી ગતિ તારી થાશે રે, જ્યારે જમના દૂત દેખાશે રે...પ્રાણી૦
             હમણાં તો રસિયો વાલમ થઈ, રહે છે પરત્રિયા પાસે રે...પ્રાણી૦ ૧
સંતતણી સોબત તને ન ગમે, રીઝે જગત તમાસે રે...પ્રાણી૦ ૨
             કોઈનું સુખ દેખીને દાઝે, એવો મલિન તારો આશે રે...પ્રાણી૦ ૩
બ્રહ્માનંદ કહે જોઈ તન ગોરું, ફુલીશ મા એ તો જાશે રે...પ્રાણી૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તનાવલી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026