મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;૧/૪

૨૪૧૦ ૧/૪ પદ : ૧ રાગ સોરઠ.

મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;

ઉર ગ્રંથી ગળે, અવિદ્યાનાં આવ્રણ સર્વ નાશે અંગથી. ટેક

નિત્ય સંત સભા મહીં રામ રટે, સુનતેં વિષ વ્યાધિ ઉપાધિ ઘટે.;

મન શુદ્ધ હોયે અહંભાવ મટે. મ. ૧

જે સંતસભા મહીં ચલી આવે, તેનું જીવપણું તતક્ષણ જાવે;

તે બ્રહ્મ થઇને પરિબ્રહ્મ ગાવે. મ. ૨

દુબધા દિલ માયા પાસ દહે, નિત્ય સંત સભા મહીં રામ રહે;

એમ વેદ પુરાન કુરાન કહે. મ. ૩

જેને ગ્રંથિ ત્રણ જડ મૂળ ગઇ, સત્ય પદમાં કીધો વાસ સઇ;

બ્રહ્માનંદ કહે તેની શરણ લઇ. મ. ૪

મૂળ પદ

મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરજ રાધનપુરા
સારંગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0