સતસંગ વિના જનમ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને ;૨/૪

 સતસંગ વિના (૨) જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને,
	મન માન તજી (૨) તે માટે શરણે જઈ રૈયે સંતને...ટેક.
જો અડસઠ તીરથ ફરી આવે, નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે;
	કે દી જીવપણું તેનું નવ જાવે...સતસંગ૦ ૧
જો ઇંગલા પિંગલાની ખબર જડે, કરી આગ્રહ તેને કેડ પડે;
	તેણે ચિત્તને બમણો ફેર ચડે...સતસંગ૦ ૨
કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્ન ન ખાય રહે અપવાસી;
	એ મનની છે સર્વે હાંસી...સતસંગ૦ ૩
જો ફિરતા સંત સમાજ મળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે;
	કહે બ્રહ્માનંદ સંતમાંહી ભળે...સતસંગ૦ ૪ 
 

મૂળ પદ

મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;

મળતા રાગ

સોરઠ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
સારંગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0