ભવસાગર મહીં, શરણ અચળ અવિનાશી સાચા સંતનો;૩/૪

૨૪૧૨ ૩/૪ પદ : ૩

ભવસાગર મહીં, શરણ અચળ અવિનાશી સાચા સંતનો;

શ્રુતિ સ્મૃતિ સાખ હરિ હરિજનનાં , પ્રાણ વચન ભગવંતનો. ટેક. ભ.

જેમ જળ તરંગ નહીં ભેદ જદા, તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા;

એમ હરિ હરિજન એક સદા. ભ. ૧

જેમ લટ ભમરીને સંગ કરી, ગતિ ઇયળ તજીને થઇ ભમરી;

એમ હરિ ગુરુ ધ્યાને પામે હરિ. ભ. ૨

જેમ કેર બોર વન વૃક્ષ કયા, તે ચંદન વાસે ચંદન થયા;

તેનાં નામરૂપ ગુણ ભેદ ગયા. ભ. ૩

શ્રીમુખ કહ્યું મહાતમ સંત તણું, અશ્વમેઘ જજ્ઞથી અનંતગણું;

કહે બ્રહ્માનંદ શું કહું ઘણું. ભ. ૪

મૂળ પદ

મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
સારંગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સારંગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0