મનુષ્ય દેહ ધરીને મૂરખ, તેં શું કરી કમાણીજી    ;૪/૮

 મનુષ્ય દેહ ધરીને મૂરખ, તેં શું કરી કમાણીજી;
	શ્વાન તણી પેરે ફરતો ડોલે, બોલે મિથ્યા વાણીજી...૧
પેટ ભર્યાનો ઉદ્યમ કીધો, રાત દિવસ ધન રળિયોજી;
	નરતનનું મહાતમ નવ જાણ્યું, પશુ જાતિમાં ભળિયોજી...૨
માતપિતા સુત બંધવ મેરી, અંતે નહીં કોઈ તારાજી;
	આવરદા હરવાને કાજે, સર્વે મળ્યા ધુતારાજી...૩
સગાં કુટુંબી સૌ મળીને, લૂછી ચૂસી લીધોજી;
	છેલી વારે સ્વારથ સાધી, જમને આગે દીધોજી...૪
કાગળ ઘડી ઘડીના કાઢી, લેખાં જમડા લેશેજી;
	બ્રહ્માનંદ કહે સૌ વાંસેથી, કાંઈ ન માણ્યો કેશેજી...૫ 
 

મૂળ પદ

દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લઇને બોલેજી;

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0