દશ મહિના માના ઉદરમાં, ઉંધે માથે ઝૂલ્યોજી;૫/૮

૨૩૩૮ ૫/૮ પદ : ૫
દશ મહિના માના ઉદરમાં, ઊંધે માથે ઝૂલ્યોજી;
જઠર અગ્નિની ઝાળે દાજ્યો, તે દહાડા કેમ ભૂલ્યોજી.
આલા ચરમતણા પટ માંહી, આઠ પહોર અકળાતોજી;
રાત દિવસ મળ ભીંતર રહેવું, મળનો રસ તું ખાતોજી.
ખાટું ખારું માતા ખાતી, તેની થાતી પીડાજી;
કોમળ જાણી બહુ કરડતા, કરમિયાં ને વળી કીડાજી.
ગર્ભ તણા દુઃખમાં ઘેરાણો , ત્રાહી ત્રાહી તું કરતોજી;
કોલ દઇને બા'રે આવ્યો, ત્રાસ હૈયે નથી ધરતોજી.
છેલ થઇ મરડાતો ચાલ્યો, જેમ કીધું તેમ ફાવ્યુંજી;
બ્રહ્માનંદ કહે હરિ ભજ્યા વિના, એ દુઃખ આગે આવ્યુજી.

મૂળ પદ

દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લઇને બોલેજી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0