સમજ સમજ બેખબર અજ્ઞાની, મિથ્યા જન્મ ગમાતા હે;૩/૧૨

૨૪૫૩ ૩/૧૨ પદ : ૩
સમજ સમજ બેખબર અજ્ઞાની, મિથ્યા જન્મ ગમાતા હે;
રામ ભજનકુ ભૂલ રયન દિન, ચામ દામ ચિત્ત ચાતા હે.
મન નહીં ભાવત સંત સમાગમ, રંગ માયાકે રાતા હે;
અમૃત ફળ હરિ ભજનકુ તજકે , ઝહર બીજ ક્યું ખાતા હે.
દેખ વિચાર સમજ દિલ દીદુ, કુન પિતા કુન માતા હે;
અપને અપને તનકે કારણ, સ્વાર્થકુ સબ ધાતા હે.
મેરી મેરી કરી કરી મૂરખ, પચી પચી કે મરી જાતા હે;
ફૂટી હાંડી હાથ પકરહી, ઓર નહીં સંગ આતા હે.
બ્રહ્માનંદ કહે નરક ચાલ્યો તું, ભર શિર કુકર્મ ભાતા હે;
જમકી માર પડે તબ મનમેંહી, શિર ધુની ધુની પછતાતા હે.

મૂળ પદ

સમર સમર સદ્‌ગુરુ સાહેબકુ, ક્યા મુખ બક બક કરતા હે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કવ્વાલી
Studio
Audio
0
0