નારાયણ કૈયે સ્વામિનારાયણ કૈયે તાળી જો રસાળી રૂડી હાથે શું લૈયે..૧/૨

નારાયણ કૈયે સ્વામિનારાયણ કૈયે,
તાળી જો રસાળી રૂડી હાથે શું લૈયે. ના. ૧
નિર્લોભી નિષ્કામી કહું નિઃસ્વાદી રૈયે,
નિઃસ્પૃહી નિરમાની વ્રત એ ગ્રહૈયે. ના. ૨
પંચ વ્રતે પુરા શુરા શિર સાટે થૈયે,
હર્તા ફર્તા ભજીયે હરિ હામ્યે શું હૈયે. ના. ૩
નરનારાયણ નામજ લેતાં જીતી જગજૈયે,
નિષ્કુળાનંદ કે' ડંકો દન તન શિર દૈયે ના. ૪

મૂળ પદ

નારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી