લઈને ગયો મન પ્રાણ રે, માવો મારા લઈને ગયો મન પ્રાણ રે ૧/૮

લઈને ગયો મન પ્રાણ રે, માવો મારા લઈને ગયો મન પ્રાણ રે...ટેક.
પ્રાણ લઈને વ્હાલે પરવશ કીધી, ભૂલી હું તનડાનું ભાન રે-માવો૦
જોયા વિના રે જીવડલો જાય છે, થાય છે જો તનડામાં તાણ રે-માવો૦
નેણાંને આગે કોઈ આણી મિલાવે, સુંદર શ્યામ સુજાણ રે-માવો૦
પ્રેમાનંદના નાથની છું હું તો, દામ વિનાની વેચાણ રે-માવો૦
 

મૂળ પદ

લઈને ગયો મન પ્રાણ રે, માવો મારા લઈને ગયો મન પ્રાણ રે

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
કાફી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
જેઠે જીવન ચાલીયા - ૨૦૧૨
Live
Video
0
0