શ્રીઘનશ્યામ રે મુને, મોહની લગાડી મન લઈ ગયા...શ્રીઘન૦ ટેક. છેલ છબીલે વહાલે છેતરીને રે સજની, કુડા દિલાસા મુને દઈ ગયા...શ્રીઘન૦ ૧ વાટડિયું જોઈ ઊઠી આંખ્યું રોઈ રોઈ, શોકે તે પ્રાણ સુકાઈ ગયા...શ્રીઘન૦ ૨ કેટલા દિવસ મુને પ્રાણ જીવનનાં, દરશન વિના હવે થઈ ગયા...શ્રીઘન૦ ૩ પ્રેમાનંદ કહે શું સુખ લેવા, પાપિયા પ્રાણ વાંસે રહી ગયા...શ્રીઘન૦ ૪
શ્રીઘનશ્યામ રે મુને, મોહની લગાડી મન લઈ ગયા
અજાણ (ગાયક )
શ્રીઘનશ્યામ રે મુને, મોહની લગાડી મન લઈ ગયા
સ્વરિત શુક્લ