મુરખ મતિમંદ નર મુકુંદ ક્યું વિસારે ભૂલી કે ભગવાન આનંદ, બહુ ઉરમેં ધારે..૪/૪

મુરખ મતિમંદ નર, મુકુંદ ક્યું વિસારે,
ભૂલી કે ભગવાન આનંદ, બહુ ઉરમેં ધારે. ટેક ૦
સદાશિવ ઇન્દ્રજાસ, બ્રહ્મા ભવ વિષ્ણુ પાસ,
ઉત્ત્પતિ પાલન વિનાશ, કરત ન્યારે ન્યારે. મુરખ ૦૧
મારૂત અરૂ મેઘમાલ, વરસત ભૂપર વિશાલ,
સૂરજ શશિ ડરત કાલ, ભય ગોપાલ ભારે. મુરખ ૦૨
માયા પતિ અતિ પ્રવીન, સ્થાવર જંગમ સૌ કીન,
ભક્ત જગત ભીન ભીન, જીન આધીન પ્યારે. ૦૩
અક્ષર કોટિ અપાર, સમરત પ્રભુ સારસાર,
દેવાનંદ વારવાર, વંદત મતવારે. મુરખ ૦૪

મૂળ પદ

નરતન ભવતરન નાવ

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી