જય સદ્‌ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી;  સહજાનંદ દયાળુ (આરતી) ૧/૧

જય સદ્‌ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી;
	સહજાનંદ દયાળુ (૨) બળવંત બહુનામી...જય૦ ટેક.

ચરણ સરોજ તમારાં વંદું કર જોડી (૨)
	ચરણે ચિત્ત ધર્યાથી (૨) દુ:ખ નાખ્યાં તોડી...જય૦ ૧

નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી (૨)
	પામર પતિત ઉદ્ધાર્યાં (૨) અગણિત નરનારી...જય૦ ૨

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી (૨)
	અડસઠ તીરથ ચરણે (૨) કોટિ ગયા કાશી...જય૦ ૩

પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે (૨)
	કાળ કર્મથી છૂટી (૨) કુટુંબ સહિત તરશે...જય૦ ૪

આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી; (૨)
	મુક્તાનંદ કહે મુક્તિ (૨) સુગમ કરી સીધી...જય૦ ૫
 

મૂળ પદ

જય સદ‌્ગુરુ સ્વામી પ્રભુ, જય સદ‌્ગુરુ સ્વામી

મળતા રાગ

આરતી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

કાલવાણીમાં ખાખરાના વનમાં રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન આપી મુક્તાનંદને જે મર્મની વાત સમજાવી તેનાથી મુક્તમુનિના દિલમાં દીવો થઇ ગયો અને જ્ઞાનના એ દીપ-રશ્મિમાં એમણે સહજાનંદ સ્વામીના પૂર્ણ પુરુષોત્તમ અવતારી સ્વરૂપને ઝળઝળતું નિહાળ્યું ત્યારે એમનું અંતર આરતભરી વાણી સહજભાવે પોકારી ઊઠ્યું ; ‘જય સદ્‌ગુરુ સ્વામી......” ============================================================= ==================================================================== ૧. જય સદ્‍ગુરુ સ્વામી ........ સહજાનંદ દયાળુ “મૂક્તાનંદ! અમે તો ભાવિ નટ‌ના આગમનની ડુગડુગી વગાડનારા છીએ. ખરો ખેલ ભજવનારા તો હવે આવશે.” સદ્‌ગુરુ રામાનંદ સ્વામીએ મુક્તાનંદજી ને સં. ૧૮૪૨ની વસંતપંચમીએ સૌરાષ્ટ્રના લોજ ગામે ભા‌ગવતી દીક્ષા આપી ત્યારે મર્મમાં આ શબ્દો કહેલા.પણ મુક્તમુનિ ગુરુ રામાનંદજીને જ ભગવાન માનતા હતા: તેથી ગુરુની માર્મિક વાણીનું હાર્દ એ પૂરેપૂરું સમજી ન શક્યા! એને કારણે કેટલાક વિષાદમય વિસંવાદ સ્વામી મુક્તાનંદજીનાં સાધુ જીવનમાં આવ્યા. પણ કાળક્રમે મુક્તમુનિને પરમ સત્ય સમજાઈને જ રહ્યું ! ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાની નરનાટ્યલીલાના દ્વિતીય સોપાનરૂપ* વનવિચરણને અંતે સં ૧૮૫૯ નાં અંત ભાગમાં જ્યારે નીલકંઠવર્ણીરૂપે સદ્‍ગુરુ રામાનંદ સ્વામીને ગિ‌રનાર પાસે આવેલા પીપલાણા ગામમાં મળ્યા ત્યારે પણ ઉપરોક્ત..  ભગવાન સ્વામિનારાયણનાં પાંચ સોપાન આ પ્રમાણે છે પ્રથમ સોપાન :- સં. ૧૮૩૭ ચૈ‍ત્ર સુદ ૯ થી ૧૮૪૯ અષાઢ સુદ ૧૦ – ઘનશ્યામ નામે ધર્મભક્તિને ઘરે છપૈયા–અયોધ્યામાં રહ્યા દ્વિતીય સોપાન:- સં. ૧૮૪૯ અષાઢ સુદ ૧૧ થી ૧૮૫૬ શ્રાવણ વદ ૬- નીલકંઠ વર્ણી રૂપે તપશ્ચર્યાં અને વનવિચરણ . તૃતીય સોપાન :- સં. ૧૮૫૬ શ્રાવણ વદ ૭ થી ૧૮૫૭ જેઠ વદ૧૨- સરજુદાસ નામે લોજમાં મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા . ચતુર્થ સોપાન :- સં. ૧૮૫૭ જેઠ વદ ૧૩ થી ૧૮૫૮ માગસર સુદ ૧૩- સહજાનંદ સ્વામી બની ગુરુ રામાનંદ સ્વામી પાસે રહ્યા . પંચમ સોપાન :- સં. ૧૮૫૮ માગસર સુદ ૧૪ થી ૧૮૮૬ જેઠ સુદ ૧૦- ભગવાન સ્વામિનારાયણરૂપે સત્સંગમાં વિચરી સંપ્રદાય સ્થાપી ધર્મપ્રવર્તન કર્યું ૨ જય સદગુરુ સ્વામી ૩ વચનોની ગુરુએ મુક્તાનંદ સ્વામીને ફરીયાદ કરાવી કહેલું કે “જેની હું વર્ષોથી રાહ જોતો હતો એ જ ખેલના ભજવનારા નટવર આ વર્ણી‌રૂપે આજે આપણે આંગણે પધાર્યા છે.” ત્યારબાદ ચાતુર્માસ પૂરા કરી પીપલાણામાં સં. ૧૮૫૭ની પ્રબોધિની એકાદશીએ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને ભાગવતી દીક્ષા આપી સહજ આનંદના સંદેશક “સહજાનંદ” નામે નવાજ્યા. બરાબર એક વર્ષ પછી એ જ દિવસે એટલે કે સં. ૧૮૫૮ની પ્રબોધિનીએ જેતપુરમાં ગુરુએ શ્રી સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી ત્યારે ભરી સભામાં રામાનંદ સ્વામીએ ફરી ફરીને એ જ વાત યાદ કરાવીને કહ્યું: “હું તમને બધાને ઘણાં વર્ષોથી કહેતો આવ્યો છું કે હું તો માત્ર ડુગડુગી વગાડનાર છું, ખરો ખેલ ભજવનાર તો પછી આવશે. મેં તો સાત માળનાં મકાનનું ચણતર કરવા ફક્ત બે જ ઇંટો મૂકી છે. અને સારાય મકાનનો સાચો કારીગર તો હવે પ્રગટ થશે .. મેં ધર્મની ડુગડુગી વગાડી તમને બધાને એક જગ્યાએ ભેગા કરી દીધા અને ખેલ ભજવનાર નારાયણ પણ આવી પહોંચ્યા છે. માટે સર્વે એમની અનુજ્ઞામાં રહી એમને ભજશો તો તમારા લીધેલા ભેખ લેખે લાગશે ને અમારો દાખડો (પ્રયત્ન) સફળ થાશે.” આ પછી એકાદ મહિનામાં જ સં. ૧૮૫૮ના માગશર સુદ તેરશે ફણેણી ગામે ગુરુવર્ય રામાનંદ સ્વામી વીસ વર્ષના જ્યોતિર્ધર શ્રી સહજાનંદ સ્વામીને ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સોંપી. સ્વધામ પધાર્યા. રામાનંદ સ્વામીની પાછળ શ્રી સહજાનંદ સ્વામીએ સર્વે સત્સંગી હરિભક્તોને તેડાવી એક વિદ્વાન બ્રાહ્મણ પાસે ભાગવતની પારાયણ કરાવી ને દ્વાદશા તથા શ્રાવણી શ્રાદ્ધ વિધિપૂર્વક કર્યા. ચૌદમાને દિવસે ભદ્રા નદીના કાંઠે સભા કરીને સૌની પહેલી જ વાર “સ્વામિનારાયણ” નામનો મહામંત્ર આપ્યો અને તેનો મહિમા કહ્યો. સદ્‌ગુરુ રામાનંદ ૪ કીર્તન માધુરી સ્વામી ‘રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ ...’ એ ધૂન કરાવતા હતા એને બદલે શ્રી સહજાનંદ સ્વામીએ ‘સ્વમિનારાયણ’ મંત્રની ઘૂન શરુ કરાવી તથા એ જ મહામંત્રનો જાપ કરવાની આજ્ઞા આપી.* શ્રી સહજાનંદ સ્વામીના મધુર વચને ધર્મોપદેશ સાંભળી સર્વેના અંતરમાંથી શોક ટળી ગયો.એ દિવસથી જ સૌએ શ્રી સહજાનંદ સ્વામીને “શ્રીજીમહારાજ” એવા હુલામણા નામથી સંબોધવાનું શરૂ કર્યું. ત્યાર પછી શ્રીજીમહારાજે સાધુઓનાં ત્રણ મંડળ બાંધ્યા. તેમાં પ્રથમ મુક્તાનંદ સ્વામીનું મંડળ બાંધીને તેને ભુજ મોકલ્યું. બીજું મંડળ રામદાસજીનું બાંધીને જેતલપુર મોકલ્યું અને ત્રીજું મંડળ રઘુનાથજીનું બાંધી તેને અમદાવાદ પ્રતિ રવાના કર્યું. મધ્ય ભારતના ઝરણાપરણા ગામના શીતળદાસ નામના એક મુમુક્ષુ સન્યાસી ભગવાનની શોધમાં નીકળ્યા હતા. કોઈકે તેમને સૌરાષ્ટ્રમાં સદ્‌ગુરુ રામાનંદ સ્વામી પાસે જવાની સલાહ આપી. તે ફરતા ફરતા ફણેણી આવ્યા. પણ રામાનંદ સ્વામી તો સ્વધામ પધારી ગયા હતા ત્યારે મહારાજે તેને પાસે બોલાવી આશ્વાસન આપતા કહ્યું: “રામાનંદ સ્વામી તમને દર્શન આપે તો તમે અહીં રહો ખરા ?” શીતળદાસ તો આ સાંભળી દિગ્મૂઢ થઇ ગયા. ત્યાં તો મહારાજે તેમને હાથ પકડી પાસે બેસાડતાં , કહ્યું: “આજનો દિ’ અહીં રોકાઈ જાઓ ને “સ્વામિનારાયણ” મંત્રનું રટણ કરો. સ્વામી તમને જરૂર દર્શન દેશે. કાલે બપોર પછી જવું હોય તો જજો.” શીતળદાસ ત્યાં રોકાઈ ગયા. સિદ્ધાસને બેસી તેમને તરત જ “સ્વામિનારાયણ” મંત્રનો જાપ શરૂ કર્યો. થોડીવાર થતાં તો એ દેહભાન ગુમાવી પડી ગયા. આજુબાજુ બેઠેલા બધાં ગભરાઈને........  શ્રીહરિની અદ્‌‌ભૂત વાર્તાઓ લે. : શ્રી અદ્‌ભુ‌તાનંદસ્વામી . પૃ. ૩૬ . જય સદગુરુ સ્વામી ૫ પાસે દોડી આવ્યા.મહારાજે સૌને શાંત પાડતા કહ્યું: “કોઈ ગભરાશો માં, અમને “સમાધિ” થઇ છે” શીતળદાસે સમાધિમાં દિવ્ય સુખ માણ્યું, અક્ષરધામમાં શ્રીહરિના દિવ્ય દર્શન કર્યા તથા રામાનંદ સ્વામીને ત્યાં શ્રીજીની સેવામાં જોયા. સમાધિ ઉતરતા જ શીતળદાસ મહારાજનાં ચરણોમાં લોટી પડ્યા,શ્રીહરિ‌માં અનન્યનિષ્ઠા થતાં એ શ્રીમહારાજના અનન્ય આશ્રિત બની ગયા. મહારાજે તેમને દીક્ષા આપી અને “વ્યાપકાનંદ” એવું નામ આપ્યું.”* આ પ્રસંગથી મહારાજે સમાધિ પ્રકરણનો પ્રારંભ કર્યો. પછી તો સમાધિની ઘટના શ્રીજીમહારાજના સાં‌નિ‌ધ્યનો એક ભાગ બની ગયો. મહારાજના દર્શનથી, સ્પર્શથી,સંકલ્પથી, અરે .... એમની ચાખડીનાં “ચટ....પટ” અવાજથી પણ આબાલવૃદ્ધ સૌને સમાધિ થવા માંડી અને એ સમાધિ પણ કેવી ? ન ભૂતો ન ભવિષ્યતિ ? સમાધિમાં કોઈને વૈકુંઠમાં લક્ષ્મીનારાયણનાં દર્શન થતા: તો કોઈને ગોલોકમાં મુરલીમનોહર શ્રીકૃષ્ણની ઝાંખી થતી, મુસ્લિમ બિરાદરો સમાધિમાં એમના પયગંબરનાં દીદાર કરતા, તો જૈનોને એમનાં તીર્થંકરોના દર્શન થતા. એટલું જ નહિ પણ એ સૌને સમાધિમાં એમના ઇષ્ટ આરાધ્ય દેવો શ્રી સહજાનંદ સ્વામીની પૂજા-આરાધના કરતા દ્રષ્ટિગોચર થતા. આ જોઇને નવા આદરવાળા તો સ્તબ્ધ થઇ જતા. કેટલાક અજ્ઞાનીજનો તો આમ લોકોને સમાધિ થતી જોઇને ગભરાઈ જતા ને ભગવાન સ્વામિનારાયણને “જાદુગરા” કહીને એમનાથી દૂર ભાગતા. સત્સંગ બહાર તો ઠીક, ખુદ સત્સંગમાં પણ કેટલાકને મહારાજનું આ પ્રકરણ નહોતું સમજાતું. મહારાજ તો ફક્ત મનુષ્યોને જ નહિ, પશુ-પક્ષીઓને પણ સમાધિ કરાવતા હતા. એમણે તો અનંત..  હરીલીલામૃત ; કળશ : ૫, વિશ્રામ -૩ ૬ કીર્તન માધુરી જીવોને સમાધિ દ્વારા પોતાના પૂર્ણ પુરુષોતમ અવતારી સ્વરૂપને દ્રઢ પ્રતીતિ કરાવવી હતી ! ફણેણીથી ધોરાજી થઇ મહારાજ માંગરોળ આવ્યા, ત્યાં માણાવદરથી મયારામ ભટ્ટ મહારાજનાં દર્શને આવેલા. એમને પણ આ સમાધિ પ્રકરણ જોઈ સંકલ્પ થવા માંડ્યો કે ‘મહારાજે આ નવી પ્રથા પાડી રામાનંદ સ્વામીના વખતની શુદ્ધ પ્રણાલિ બગાડી નાંખી.’ મયારામ ભટ્ટે ત્યાંથી સીધા ભુજ જઈ મુક્તાનંદ સ્વામીને બધી વાત કરી. મુક્તાનંદ સ્વામીને પણ સમાધિની વાતમાં પ્રતીતિ આવી નહિ. એમણે થયું, ‘ કળિયુગમાં કંઈ સમાધિ શક્ય છે ? સમાધિના નામે પાખંડ ધર્મ પોષાય એ સત્સંગમાં ન શોભે.’ મુકતમુનીને સત્સંગ વિષે અતિશય મમત્વ હતું. તેથી સત્સંગ પ્રત્યેની આત્મબુદ્ધિથી પ્રેરાઈને તેવો મહારાજને ઠપકો દેવાના ઉદ્દેશથી ભુજથી સહસા મેઘપુર આવ્યા. ત્યાં મહારાજને એકાંતમાં બોલાવીને એમણે કહ્યું: “મહારાજ ! સત્સંગમાં આવા ખેલ ન ચાલે ! સમાધિ તો યોગીઓનેય દુર્લભ છે; તે જેને તેને થાય એ વાત હું કેમ માનું ?” * મહારાજ તો કરૂણાના સાગર ! નમ્રતાની મૂર્તિ ! એમણે નમ્રતાથી કહ્યું: “સ્વામી ! ભક્તો રામાનંદ સ્વામીનું ભજન કરે છે અને તેમને સમાધિ થાય છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો આ સંતદાસજીને પૂછો.” મુક્તાનંદ સ્વામીના શિષ્ય સંતદાસજી ત્યાં જ બેઠા હતા. મહારાજે તેમના સામે દ્રષ્ટિ કરી ત્યાં તો સંતદાસજી સમાધિમાં ઊંડા ઉતરી ગયા. મહારાજે મુક્તમુનિને કહ્યું: “સ્વામી ! તમે તો નાડીપરીક્ષા જાણો છો.  ‘ મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી; સમાધિ કાઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયાલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય.’ ભક્તચિંતામણિ‌ - પ્રકરણ ૪૯ જય સદગુરુ સ્વામી ૭ સંતદાસની નાડી જુઓ ને ઉઠી શકે તો ઉઠાડો.” મુક્તાનંદ સ્વામીને નાડી જોઈ, ઘણા પ્રત્યત્ન કર્યા પણ સંતદાસજી તો મૃતપ્રાય થઇ ગયા હતા. મુક્તાનંદ સ્વામીએ પરવશપણે મહારાજ સામે જોયું. મહારાજે ચપટી વગાડી એટલામાં તો સંતદાસજી આંખો ચોળતા ઉભા થયા. સમાધિમાંથી ઉઠતાં જ એમણે મુક્તાનંદ સ્વામીને ચેતવ્યા: “સ્વામી ! ભ્રમણામાં ન પડો, આ બેઠા એ મહારાજ પંડે જ ભગવાન છે – પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને રામાનંદ સ્વામી તો એમના સેવક માત્ર જ છે. મેં આ સમાધિમાં નજરો નજર નિહાળ્યું છે. એટલે કહું છું. રામાનંદ સ્વામીએ મને સમાધિમાં કહ્યું પણ ખરું કે ‘મુક્તાનંદને કહેજો કે કેમ માનતા નથી ? અમારાં શબ્દો ભૂલી ગયા ?’ આ સાંભળી મુક્તાનંદ સ્વામીનો ઉદ્વેગ વધી ગયો. તેમના મનનું સમાધાન કોઈ રીતે થતું નહોતું. મહારાજ એમનાં મુખ ભાવ જોઇને પામી ગયા કે સ્વામીને હજી શ્રદ્ધા બેઠી નથી. મેઘપૂરથી મહારાજ અને સંતો કાલવાણી ગયા. ત્યાં રાત્રે સભા કરીને મહારાજે ઘણી વાતો કરી. સવારે વહેલા ઊઠીને મહારાજ સંત હરિભક્તો સાથે નદીએ નાહવા ગયા. મુક્તાનંદ સ્વામી પર્વતભાઈને સાથે લઈને નદી તરફ ગયા. નદીને આરે વસ્ત્ર બદલાવી પાણીની તુંબડી ભરીને મુક્તાનંદ સ્વામી ખાખરાના વનમાં બહિર્ભૂમિ જવા ચાલ્યા. રસ્તામાં ચાલતાં ચાલતાં મુક્તમુનિ ગુરુ રામાનંદજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે “હે રામાનંદ સ્વામી ! તમે ભગવાન છો કે આ સહજાનંદ સ્વામી ભગવાન છે તે સંશય કૃપા કરીને મટાડો.’* થોડેક દૂર ગયા હશે ત્યાં તો મુક્તમુનિએ રામાનંદ સ્વામીને સામેથી આવતા જોયા. મુક્તાનંદજીએ તુંબડું બાજુએ મૂકી રામાનંદ સ્વામીને દંડવત્‌ ...  શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ‌ - પૃ . ૨૦૯ ( ભાગ-૧ ) ૮ કીર્તન માધુરી પ્રણામ કર્યા. રામાનંદ સ્વામીએ તેમને હાથ પકડીને ઊભા કરી કહ્યું: “મુક્તાનંદ ! આટલા થોડા વખતમાં જ મારા શબ્દો ભુલાઈ ગયા ? મેં નો’તું કહ્યું કે હું તો માત્ર ડુગડુગી વગાડનાર છું, ખરો ખેલ ભજવનાર તો હજી હવે આવશે. એ ખેલ ભજવનારા આવી પૂગ્યા ને તમે ઓળખી પણ ન શક્યા ? આ સહજાનંદ સ્વામી જ સાક્ષાત ભગવાન છે, પૂર્ણ પુરુષોતમ નારાયણ છે ! સમાસ અર્થે એમણે મને ગુરુ બનાવ્યો હતો પણ હકિકતમાં તો હું એમનો એક સેવક માત્ર જ છું !” આટલું કહીને રામાનંદ સ્વામી અંતર્ધાન થઈ ગયા, ગુરુનાં અમૃત સરખાં કલ્યાણકારક વચનો સાંભળી મુક્તમુનિનો સંશય ટળી ગયો. એમની ભ્રમણા ભાંગી ગઈ ને એમના અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. શ્રી સહજાનંદ સ્વામીનો મહિમા સમજાતા એમનું હૈયું સહજ આનંદના હિલોળે ચડ્યું. આનંદના ઉમળકામાં એમનું અંતર ગાવા લાગ્યું. “ભ્રમણા ભાંગી રે હૈયાની, વાત કેને નથી રે કહ્યાની ; વીતી હોય તે રે જાણે , અણસમજ્યા મન ઈર્ષા આણે” સ્વામી બહિરભુમી જઈને પાછા વળ્યા ત્યારે એમના પ્રફુલ્લિત મુખભાવ જોઈને જ મુક્તરાજ પર્વતભાઈ પામી ગયા કે મુક્તમુનીને ખાખરાના વનમાં જરૂર કોઈ પરચો મળ્યો લાગે છે ! પછી તો નદીમાં સ્નાન કરી સ્વામીએ ખાખરાના વનમાંથી પુષ્પો ચૂંટ્યા અને પોતાને મેળે એનો હાર ગૂંથ્યો. ઉતારે આવી એમણે પહેલા રામાનંદ સ્વામીનો ગાદી–તકિયો ઉતરાવ્યો, પછી મહારાજ પાસે આવી એમને હાથ પકડીને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેસાડ્યા. મહારાજ ના ના પાડતા રહ્યા તો યે સ્વામીએ પરાણે મહારાજને રામાનંદ સ્વામીની પાદૂકા પહેરાવી. આજે એમની ભ્રમણા ભાંગી ગઈ હતી. એમને પરમ સત્ય ... જય સદગુરુ સ્વામી ૯ સમજાઈ ચુક્યું હતું ! પછી મુક્તમુનિ ગદ્‌ગદ્‍ભાવે મહારાજને સાષ્ટાંગ દંડવત્‍ પ્રણામ કરતા કરતા બે હાથ જોડીને અશ્રુભરી આંખે પ્રાર્થના કરી કહેવા લાગ્યા: ‘હે મહારાજ !મને જુનાપણાનાં (Seniority) માનને કારણે તમારું વચન મનાયું નહિ,’ વળી તમારા સમાધિ પ્રકરણમાં પણ આસ્થા નો આવી ! રામાનંદ સ્વામીમાં ભગવાનપણાની નિષ્ઠા હોવાથી આપને હું ઓળખી ન શક્યો. પ્રભુ ! મારો અપરાધ ક્ષમા કરી મારી સેવા અંગીકાર કરો .” ત્યારે મહારાજ કહે: “તમે હવે સમજ્યા !” મુક્તમુનિ મહારાજનાં ચરણોમાં માથું મૂકી બોલ્યા. “હા મહારાજ ! જેમ છે તેમ મને હવે સમજાયું છે !” મહારાજ કહે: “ત્યારે તો ઠીક !” પછી સ્વામીએ ચંદનનો કટોરો લઈને મહારાજને કપાળમાં ચંદન ચર્ચી , પૂજા કરી , પુષ્પનો હાર પહેરાવ્યો તથા પાઘમાં પુષ્પના તોરા ભરાવ્યાં ને ધૂપ દીપ કરી આરતીની તૈયારી કરી. મુક્તમુનિ એક કુશળ નૃત્યકાર હતા, આજે એમની કલાને સાર્થક કરવાનો અવસર સાંપડતા સ્વામીએ પગમાં નૂપુર બાંધી નૃત્ય કરતા કરતા શ્રીહરિની પ્રગલ્ભ સવારે આરતી ઉતારી નગારા અને ઝાલરનો ઘોષ વચ્ચે પણ મુક્તાનંદ સ્વામીનો મૃદુ સ્વર આરતીના કાવ્ય દ્વારા શ્રી સહજાનંદ સ્વામીનો ગૌરવવંત મહિમા ગાઈ રહ્યો: “ જય સદ્‍ગુરુ સ્વામી .... પ્રભુ જય સદ્‍ગુરુ સ્વામી .... સહજાનંદ દયાળુ બળવંત બહુનામી.........” આરતીના શબ્દે શબ્દે મુક્તમુનિના ભાવુક હ્રદયની માહાત્મ્યજ્ઞાન – સહિત –ભક્તિ પ્રગટતી હતી. મહારાજે એમને પ્રગાઢ આલિંગન આપી અંતરના આશિષ આપ્યા.” ૧. શ્રીહરિ ચરિત્ર ચિંતામણી – વાત ૧૦૧ પરું. ૨૧૧ (ભાગ -૧) ૨. શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર –લે :બ્ર. આત્માનંદ સ્વામી (વડતાલ ) પૃ . ૩૩૭ (વાત-૨૫૬) ૧૦ કીર્તન માધુરી સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામીએ શીઘ્ર આરતીનું આ કાવ્ય રચીને સંપ્રદાયને એક અમર પ્રશસ્તિ કાવ્યનું પ્રદાન કર્યું છે, જે નિત્ય પ્રત્યેક સ્વામિનારાયણ મંદિરમાં ત્યારથી ગવાય છે અને સદાકાળ ગવાતું રહેશે. કાવ્યકૃતિ :- જય સદ્‍ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‍ગુરુ સ્વામી: સહાજાનંદ દયાળુ, બળવંત બહુનામી ........ જય ૦ ટેક ચરણસરોજ તમારાં વંદુ કર જોડી ચરણે શીશ ધાર્યાથી દુઃખ નાખ્યા તોડી જય ૦ ૧ નારાયણ નારભ્રાતા દ્વીજ્કુળ તનુ ધારી: પામર પતિત ઉધાર્યા અગણિત નરનારી ... જય ૦ ૨ નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી: અડસઠ તિરથ ચરણે કોટિ ગયા કાશી .. જય ૦ ૩ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે ; કાળકર્મથી છૂટી કુંટુબ સહિત તરશે .... જય ૦ ૪ આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી; મુક્તાનંદ કહે મુક્તિ , સુગમ કરી સીધી ... જય ૦ ૫ આસ્વાદ : અશ્રદ્ધાને સ્થાને જે શ્રદ્ધા પ્રગટ કરે છે તેના મૂળ ખૂબ ઊંડા હોય છે. સંશયના સમાધાન પછીની શ્રદ્ધા જ શાશ્વતગામિની હોય છે. મનનો આ મુળગત સ્વભાવ છે. મુક્તાનંદ સ્વામીના અંતરમાં સંશયનું સમાધાન થતા શ્રદ્ધાએ જે રૂપ ધાર્યું એ સત્સંગમાં ઉદાહરણરૂપ બની ગયું. જય સદ્‍ગુરુ સ્વામી ૧૧ એકવાર શ્રીજીમહારાજે પોતાનો રૂમાલ બતાવીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું; “સ્વામી ! આ શું છે ?” “મહારાજ ! એ રૂમાલ છે.” બે હાથ જોડીને મુક્તમુનિ‌એ જવાબ આપ્યો. “સ્વામી ! આ રૂમાલ ક્યાં છે ? આ તો તલવાર છે” મહારાજે કહ્યું. “હા પ્રભુ ! એ તલવાર છે.” મુક્તમુનિ‌એ ફરી હાથ જોડીને શ્રીહરિની વાતને અનુમોદન આપતા કહ્યું. સભામાં પાછળ બેઠેલા સુરાખાચર ઈત્યાદી હરિભક્તો આ સાંભળીને હસવા લાગ્યા. એટલે મહારાજ પણ મુખ આડો રૂમાલ દઈને હસતા કહે “સ્વામી ! આ બધા તમારા ઉપર હસે છે. તમે રૂમાલને તલવાર કેમ કહો છો ?” મુક્તાનંદ સ્વામી તો નિર્માનીપણાની મૂર્તિ હતા. એમણે નામ્રતાથી કહ્યું: “મહારાજ ! સાધન ગમે તે હોય એની પાછળનું સંકલ્પબળ જ કામ કરી છે ને ? આપ ઈચ્છો તો આપના રૂમાલના સપાટાથી પણ ભલભલાનાં મસ્તક પડી જાય. રૂમાલ તલવારનું કામ કરે તો એને તલવાર કહેવામાં શો વાંધો ?” મુક્તમુનિનો આ ઉત્તર સાંભળીને આખી સભા દંગ થઈ ગઈ” આવી દ્રઢ શ્રદ્ધા સહજભાવે પ્રગટે ત્યારે જ મન પ્રભુની આરતી ગાવા તત્પર બને છે. પ્રસ્તુત આરતીનું કાવ્ય એ મુક્તાનંદ સ્વામીના આરતભર્યા અંતરની મીઠી અભિવ્યક્તિ છે. એમાં શબ્દે શબ્દે કવિ પ્રગટ પરબ્રહ્મ અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા મર્મભરી વાણીમાં ગાય છે. ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનો જયજયકાર કરતા કવિ કહે છે : “ હે સદ્‍ગુરુ સ્વામી ! આપનો સદાય જય હો ! આપ તો દયાના સાગર છો. બળવંત છો. આપની શક્તિ-આપનું ઐશ્વર્ય અમાપ છે. પ્રભુ.  શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ‍- વાત ૨.૧૪ ૧૨ કીર્તન માધુરી આપ બહુનામી છો. આપની જીવનલીલાના વિવિધ સોપાને આપે વિવિધ નામ ધારણ કર્યા છે જેવાં કે , બાલ્યકાળમાં ઘનશ્યામ, હરિકૃષ્ણ. વનવિચરણ દરમિયાન નીલકંઠવર્ણી‍, ત્યાર બાદ સરજુદાસ; ગુરુ પાસે દીક્ષા લીધા બાદ સહજાનંદ અને નારાયણમુનિ ઈત્યાદિ નામો દ્વારા આપ યશસ્વી છો ! તેથી આ વિશ્વ આપને દયાળુ તથા બહુનામી નામે આરાધે છે એ યથાર્થ જ છે. આપ આ પૃથ્વી પર પધાર્યા ત્યારથી આપે જે નિત્ય નવીન લીલા ચરિત્રો આચર્યા તેના સ્તવન માત્રથી અગણિત જીવોઓનું વગર આયાસે આત્યંતિક કલ્યાણ થઈ ગયું. એવો આપનો અપરંપાર મહિમા સમજીને હું આપના ચરણા‍રવિંદને બે હાથ જોડીને વારંવાર વંદન કરું છું. આપના ચરણોમાં – આપના સ્વરૂપમાં ચિત્તના આમૂલ આરોપણથી આધી, વ્યાધી ને ઉપાધી ઈત્યાદી સમગ્ર દુઃખમાત્રની નિવૃત્તિ થઈ જાય છે. આપનું શરણ સ્વીકારતા જ જન્મમરણનાં બંધનરૂપ સઘળાં દુઃખ ટળી જાય છે.” કવિ શ્રીજી માટે ‘નારાયણ’ અને ‘નરભ્રાતા’ એ બે નામ અહીં પ્રયોજે છે એ યથાર્થ જ છે ! શ્રીજીમહારાજ સદાય સંતોના સમૂહમાં રહેતાં. ભગવાનને સંતપુરુષો બહુ વહાલા છે. નાર એટલે સંતોનો સમૂહ, એની વચ્ચે રહેનારા એ નારાયણ ! ભગવાન સદાય દુઃખમાં, ચિંતામાં, આરતમાં ભક્તની (નારની) પડખે રહે છે તેથી એમણે કવિ “નરભ્રાતા” કહે છે. મુક્તમુનિ પ્રભુની મહિમા પ્રશસ્તિ ગાતા કહે છે: “હે નારાયણ ! આપે દ્વિજકુળમાં – ધર્મકુળમાં જન્મ ધરીને આ ધરાના અપરંપાર પામર પતિત જીવોઓનું કલ્યાણ કર્યું છે. હે અવિનાશી ! આપની લીલા મને નિત્ય નવીન લાગે છે, એનું ચિંતવન કરતા એમાંથી પ્રતિદિન-પ્રતિક્ષણ નવીન આનંદ નીપજે છે. સકલ તીર્થયાત્રાનું ફળ એકમાત્ર આપના ચરણોની સેવાથી જય સદ્‍ગુરુ સ્વામી ૧૩ જ ભકતજનોને પ્રાપ્ત થઈ શકે છે. કરોડોવાર કાશી ગયાનું પુણ્યફળ આપના દર્શન માત્રથી જ મળી જાય છે, એવો અપરંપાર આપનો મહિમા છે ! આપ પ્રગટ પુરુષોત્તમરૂપે પૂર્ણ કળાએ , શીતળ સુખના દયાવંત દાતારૂપે પ્રકાશ્યા છો તેથી આપના જે કોઈ જીવ દર્શન કરશે તે કાળ અને કર્મના બંધનોમાંથી મુક્ત થઈને પોતાના પરિવાર સહિત સંસાર સાગર તરી જશે.” સમગ્ર આરતીના હાર્દ રૂપ અંતિમ બે પંક્તિઓ કવિ મર્મસ્પર્શી વેધ કરતા ગાય છે: ‘આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી ; મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી.’ હે સદ્‍ગુરુ સ્વામી સહજાનંદ ! અદ્યાપી આ પૃથ્વી ઉપર આપના સંકલ્પથી પ્રગટ થયેલા અનેક અવતારો આવ્યા, પણ એ સર્વે આત્યંતિક કલ્યાણ કરવાને અસમર્થ હોવાથી આ સમયે આપે કૃપા કરીને વ્યતિરેક સ્વરૂપે સ્વયં પધારીને અપાર કરૂણા કરી છે. કારણ કે આપશ્રી વિના આપના અક્ષરાતીત સ્વરૂપનું સર્વોચ્ચ જ્ઞાન સમજાવવા કોઈ સમર્થ નથી. * આપે એ દુર્લભ જ્ઞાન સમાધિ દ્વારા ક્ષણ માત્રમાં અનુભૂત કરાવી અસંખ્ય જીવોને આપના દિવ્ય સુખની પ્રાપ્તિ કરાવી છે. પ્રભુ ! આપે આ વેળાએ આવો કરુણાનો શીતળ સાગર રેલાવીને ‘મુક્તિ’ માનવામાં આવી છે. આવી મુક્તિ જે ઋષિ – મુનિઓ તથા તપસ્વીઓને પણ અતિ દુષ્કર છે તે ભગવાન શ્રી સ્વામિનારાયણે એમના અનન્ય આશ્રિત ભક્તજનોને માટે સરળ રીતે પ્રાપ્ય કરી છે.  શ્રીજીમહારાજે ‘વચનામુત’માં પોતાના અક્ષરાતીત સ્વરૂપનું જ્ઞાન સમજાવ્યું છે. = ૧૪ કિર્તન માધુરી એટલે જ કવિ પંક્તિએ પંક્તિએ ભગવાન સ્વામિનારાયણનો અપાર મહિમા ગાઈને તેમનો જયજયકાર કરે છે. આરતી એ સમૂહગીત હોવાથી એ કર્ણપ્રિય નીવડે એ દૃષ્ટિએ કવિએ એમાં પ્રાસ, સ્વમાધુર્ય અને ગેયતા પર વિશેષ લક્ષ્ય આપ્યું છે. સંપ્રદાયમાં આ આરતી નિત્ય મંદિરમાં ધામધૂમથી ગવાય છે. એ સમયે જામતા મંગલમય વાતાવરણના અવિસ્મરણીય દર્શનનો ઉલ્લેખ કરતાં મહાકવિ ન્હાનાલાલ લખે છે: “.......... અને ત્રીજું અણલોપાતું દર્શન છે. એ સંપ્રદાયને સાયં આરતીનું, વૃન્દપૂજાનું એવું કવિતાસોહામણું ભવ્ય દર્શન અન્યત્ર દીઠું નથી.” * મુક્તાનંદ સ્વામી રચિત આ આરતી એ સ્વામિનારાયણ સંપ્રદાયનું શાશ્વત ગીત છે

વિવેચન

આસ્વાદ : અશ્રદ્ધાને સ્થાને જે શ્રદ્ધા પ્રગટ કરે છે તેના મૂળ ખૂબ ઊંડા હોય છે. સંશયના સમાધાન પછીની શ્રદ્ધા જ શાશ્વતગામિની હોય છે. મનનો આ મુળગત સ્વભાવ છે. મુક્તાનંદ સ્વામીના અંતરમાં સંશયનું સમાધાન થતા શ્રદ્ધાએ જે રૂપ ધાર્યું એ સત્સંગમાં ઉદાહરણરૂપ બની ગયું. જય સદ્‍ગુરુ સ્વામી ૧૧ એકવાર શ્રીજીમહારાજે પોતાનો રૂમાલ બતાવીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું; “સ્વામી ! આ શું છે ?” “મહારાજ ! એ રૂમાલ છે.” બે હાથ જોડીને મુક્તમુનિ‌એ જવાબ આપ્યો. “સ્વામી ! આ રૂમાલ ક્યાં છે ? આ તો તલવાર છે” મહારાજે કહ્યું. “હા પ્રભુ ! એ તલવાર છે.” મુક્તમુનિ‌એ ફરી હાથ જોડીને શ્રીહરિની વાતને અનુમોદન આપતા કહ્યું. સભામાં પાછળ બેઠેલા સુરાખાચર ઈત્યાદી હરિભક્તો આ સાંભળીને હસવા લાગ્યા. એટલે મહારાજ પણ મુખ આડો રૂમાલ દઈને હસતા કહે “સ્વામી ! આ બધા તમારા ઉપર હસે છે. તમે રૂમાલને તલવાર કેમ કહો છો ?” મુક્તાનંદ સ્વામી તો નિર્માનીપણાની મૂર્તિ હતા. એમણે નામ્રતાથી કહ્યું: “મહારાજ ! સાધન ગમે તે હોય એની પાછળનું સંકલ્પબળ જ કામ કરી છે ને ? આપ ઈચ્છો તો આપના રૂમાલના સપાટાથી પણ ભલભલાનાં મસ્તક પડી જાય. રૂમાલ તલવારનું કામ કરે તો એને તલવાર કહેવામાં શો વાંધો ?” મુક્તમુનિનો આ ઉત્તર સાંભળીને આખી સભા દંગ થઈ ગઈ” આવી દ્રઢ શ્રદ્ધા સહજભાવે પ્રગટે ત્યારે જ મન પ્રભુની આરતી ગાવા તત્પર બને છે. પ્રસ્તુત આરતીનું કાવ્ય એ મુક્તાનંદ સ્વામીના આરતભર્યા અંતરની મીઠી અભિવ્યક્તિ છે. એમાં શબ્દે શબ્દે કવિ પ્રગટ પરબ્રહ્મ અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા મર્મભરી વાણીમાં ગાય છે. ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનો જયજયકાર કરતા કવિ કહે છે : “ હે સદ્‍ગુરુ સ્વામી ! આપનો સદાય જય હો ! આપ તો દયાના સાગર છો. બળવંત છો. આપની શક્તિ-આપનું ઐશ્વર્ય અમાપ છે. પ્રભુ.  શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ‍- વાત ૨.૧૪ ૧૨ કીર્તન માધુરી આપ બહુનામી છો. આપની જીવનલીલાના વિવિધ સોપાને આપે વિવિધ નામ ધારણ કર્યા છે જેવાં કે , બાલ્યકાળમાં ઘનશ્યામ, હરિકૃષ્ણ. વનવિચરણ દરમિયાન નીલકંઠવર્ણી‍, ત્યાર બાદ સરજુદાસ; ગુરુ પાસે દીક્ષા લીધા બાદ સહજાનંદ અને નારાયણમુનિ ઈત્યાદિ નામો દ્વારા આપ યશસ્વી છો ! તેથી આ વિશ્વ આપને દયાળુ તથા બહુનામી નામે આરાધે છે એ યથાર્થ જ છે. આપ આ પૃથ્વી પર પધાર્યા ત્યારથી આપે જે નિત્ય નવીન લીલા ચરિત્રો આચર્યા તેના સ્તવન માત્રથી અગણિત જીવોઓનું વગર આયાસે આત્યંતિક કલ્યાણ થઈ ગયું. એવો આપનો અપરંપાર મહિમા સમજીને હું આપના ચરણા‍રવિંદને બે હાથ જોડીને વારંવાર વંદન કરું છું. આપના ચરણોમાં – આપના સ્વરૂપમાં ચિત્તના આમૂલ આરોપણથી આધી, વ્યાધી ને ઉપાધી ઈત્યાદી સમગ્ર દુઃખમાત્રની નિવૃત્તિ થઈ જાય છે. આપનું શરણ સ્વીકારતા જ જન્મમરણનાં બંધનરૂપ સઘળાં દુઃખ ટળી જાય છે.” કવિ શ્રીજી માટે ‘નારાયણ’ અને ‘નરભ્રાતા’ એ બે નામ અહીં પ્રયોજે છે એ યથાર્થ જ છે ! શ્રીજીમહારાજ સદાય સંતોના સમૂહમાં રહેતાં. ભગવાનને સંતપુરુષો બહુ વહાલા છે. નાર એટલે સંતોનો સમૂહ, એની વચ્ચે રહેનારા એ નારાયણ ! ભગવાન સદાય દુઃખમાં, ચિંતામાં, આરતમાં ભક્તની (નારની) પડખે રહે છે તેથી એમણે કવિ “નરભ્રાતા” કહે છે. મુક્તમુનિ પ્રભુની મહિમા પ્રશસ્તિ ગાતા કહે છે: “હે નારાયણ ! આપે દ્વિજકુળમાં – ધર્મકુળમાં જન્મ ધરીને આ ધરાના અપરંપાર પામર પતિત જીવોઓનું કલ્યાણ કર્યું છે. હે અવિનાશી ! આપની લીલા મને નિત્ય નવીન લાગે છે, એનું ચિંતવન કરતા એમાંથી પ્રતિદિન-પ્રતિક્ષણ નવીન આનંદ નીપજે છે. સકલ તીર્થયાત્રાનું ફળ એકમાત્ર આપના ચરણોની સેવાથી જય સદ્‍ગુરુ સ્વામી ૧૩ જ ભકતજનોને પ્રાપ્ત થઈ શકે છે. કરોડોવાર કાશી ગયાનું પુણ્યફળ આપના દર્શન માત્રથી જ મળી જાય છે, એવો અપરંપાર આપનો મહિમા છે ! આપ પ્રગટ પુરુષોત્તમરૂપે પૂર્ણ કળાએ , શીતળ સુખના દયાવંત દાતારૂપે પ્રકાશ્યા છો તેથી આપના જે કોઈ જીવ દર્શન કરશે તે કાળ અને કર્મના બંધનોમાંથી મુક્ત થઈને પોતાના પરિવાર સહિત સંસાર સાગર તરી જશે.” સમગ્ર આરતીના હાર્દ રૂપ અંતિમ બે પંક્તિઓ કવિ મર્મસ્પર્શી વેધ કરતા ગાય છે: ‘આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી ; મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી.’ હે સદ્‍ગુરુ સ્વામી સહજાનંદ ! અદ્યાપી આ પૃથ્વી ઉપર આપના સંકલ્પથી પ્રગટ થયેલા અનેક અવતારો આવ્યા, પણ એ સર્વે આત્યંતિક કલ્યાણ કરવાને અસમર્થ હોવાથી આ સમયે આપે કૃપા કરીને વ્યતિરેક સ્વરૂપે સ્વયં પધારીને અપાર કરૂણા કરી છે. કારણ કે આપશ્રી વિના આપના અક્ષરાતીત સ્વરૂપનું સર્વોચ્ચ જ્ઞાન સમજાવવા કોઈ સમર્થ નથી. * આપે એ દુર્લભ જ્ઞાન સમાધિ દ્વારા ક્ષણ માત્રમાં અનુભૂત કરાવી અસંખ્ય જીવોને આપના દિવ્ય સુખની પ્રાપ્તિ કરાવી છે. પ્રભુ ! આપે આ વેળાએ આવો કરુણાનો શીતળ સાગર રેલાવીને ‘મુક્તિ’ માનવામાં આવી છે. આવી મુક્તિ જે ઋષિ – મુનિઓ તથા તપસ્વીઓને પણ અતિ દુષ્કર છે તે ભગવાન શ્રી સ્વામિનારાયણે એમના અનન્ય આશ્રિત ભક્તજનોને માટે સરળ રીતે પ્રાપ્ય કરી છે.  શ્રીજીમહારાજે ‘વચનામુત’માં પોતાના અક્ષરાતીત સ્વરૂપનું જ્ઞાન સમજાવ્યું છે. = ૧૪ કિર્તન માધુરી એટલે જ કવિ પંક્તિએ પંક્તિએ ભગવાન સ્વામિનારાયણનો અપાર મહિમા ગાઈને તેમનો જયજયકાર કરે છે. આરતી એ સમૂહગીત હોવાથી એ કર્ણપ્રિય નીવડે એ દૃષ્ટિએ કવિએ એમાં પ્રાસ, સ્વમાધુર્ય અને ગેયતા પર વિશેષ લક્ષ્ય આપ્યું છે. સંપ્રદાયમાં આ આરતી નિત્ય મંદિરમાં ધામધૂમથી ગવાય છે. એ સમયે જામતા મંગલમય વાતાવરણના અવિસ્મરણીય દર્શનનો ઉલ્લેખ કરતાં મહાકવિ ન્હાનાલાલ લખે છે: “.......... અને ત્રીજું અણલોપાતું દર્શન છે. એ સંપ્રદાયને સાયં આરતીનું, વૃન્દપૂજાનું એવું કવિતાસોહામણું ભવ્ય દર્શન અન્યત્ર દીઠું નથી.” * મુક્તાનંદ સ્વામી રચિત આ આરતી એ સ્વામિનારાયણ સંપ્રદાયનું શાશ્વત ગીત છે

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તન કૌસ્તુભ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


જમે મદન ગોપાલ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio & Video
3
1