રૂડી મંગળ રૂપ જેની મૂર્તિ રે ચટકાળી અલૌકિક ચાલ..૧/૪

રૂડી મંગળ રૂપ જેની મૂર્તિ રે, ચટકાળી અલૌકિક ચાલ ;
છેલા ગાયે રંગીલા રણછોડને રે, છે૦ ૧
વહાલો દ્વારામતીથી દયા કરી રે, વસ્યા આવી અખંડ વરતાલ. છે૦ ર
જે રીતે વરતાલ પધારિયા રે, વિસ્તારી કહું તે રીત. છે૦ ૩
તે તો ભકતવત્સલ ભૂખ્યા ભાવના રે, જેની પ્રેમી સંગાતે પ્રીત. છે૦ ૪
સદા સોરઠ દેશ સોહામણો રે, શોભે ગઢપુર નૌતમ શેહેર. છે૦ પ
નામ ઉત્તમ રાજા તે નગ્રનો રે, સ્વામી સહજાનંદ રાખ્યા ઘેર. છે૦૬
તેની ભકિત જોઇને સ્વામી રીઝિયા રે, તેનું ભુવન કર્યું નિજ ધામ. છે૦ ૭
ત્યાં તો મૂર્તિ સ્થાપી શ્રી વાસુદેવની રે, થાય કૃષ્ણ કથા આઠે જામ. છે૦ ૮
રહે શિષ્ય હજારુ સ્વામી પાસલે રે, નિત્ય નિર્મળ હૈયામાં ધારી નેમ. છે૦ ૯
અતિ બુદ્ધિ ઉદાર દયા અંતરે રે, પૂરા પંડિત પ્રભુ સંગ પ્રેમ ; છે૦ ૧૦
કરે નૃપતિ ઉત્સવ બારે માસના રે, ઘણી શ્રદ્ધા વિવેક સહિત. છે૦ ૧૧
શુભ સંવત અઢાર વર્ષ એંશીએ રે, માઘ પંચમી તે શુકલ પુનિત. છે૦ ૧ર
કર્યો વસંત ઉત્સવ કોડામણો રે, મળ્યા ત્યાગી ગ્રહી જન વૃંદ. છે૦ ૧૩
વળી પતિવ્રતા ને ત્યાગી વિનતા રે, ગાવે રાગ વસંત આનંદ. છે૦ ૧૪
ઉડે અબીલ ગુલાલ અતિ ઘણાં રે, કર્યા વિધ વિધ પાક અપાર. છે૦ ૧પ
બ્રહ્માનંદ કહે રુક્મણી વાસુદેવની રે, કરી પૂજા સોળે ઉપચાર. છે૦ ૧૬

મૂળ પદ

રૂડી મંગળ રૂપ જેની મૂર્તિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી