કર્યાં મહા નૈવેધ મહા આરતી રે રમ્યા સ્વામી કરાવી રંગહોજ..૨/૪

કર્યાં મહા નૈવેધ મહા આરતી રે, રમ્યા સ્વામી કરાવી રંગહોજ ; 
કહું પ્રભુ પધાર્યાની રીતડી રે.                                     ટેક
જમ્યા પોતે જમાડી સર્વે સાથ રે, ધૃત સાકર સહિત ભક્ષ્યભોજ.  
વળી સભા થઇ ત્યાં પહોર પાછલે રે, રુડા રંગમંડપની માંય.      ક૦
રાજે સ્વામી સિંહાસન ઉપરે રે, આગે બેઠા પવિત્ર મુનિરાય.        ક૦
બેઠા ત્યાગી ગ્રહી સંન્યાસી અનુક્રમે રે, સ્વામીવદન નિહાળે નરનાર       ક૦
બેઠા અવધવાસી સંબંધી સ્વામીના રે, બેઉ ભાઇભાઇનો પરિવાર.  ક૦
વીંટી બેઠા પોતાનાં જન પાસ લે રે, શોભે તારામંડળમાં જેમ ચંદ્ર.  ક૦
હેરી કરુણાની દ્રષ્ટે નિજ ભકતને રે, કહ્યું સૌને એ રીતે સુખકંદ.    ક૦
જે ઉદ્ધવ મતને અનુસરે રે, તે તો તીરથ જાત્રા જાય.              ક૦
મોટા ભકત હરિના મળે તીર્થમાં રે, રામકૃષ્ણની મૂર્તિ દેખાય.      ક૦
માર્કણ્ડેય ધૌમ્ય બ્રહ્મ ઋષિ રે, ધર્મ આદિ અનેક ઋષિરાજ.                 ક૦
તેણે તિર્થ કર્યાં તે અતિ આદરે રે, હરિ પ્રસન્ન થવાને કાજ.                ક૦
કર્યાં જોયે તીર્થ મારા ભકતને રે, ગંગા આદિક અધિક ઉલાસ.     ક૦
સ્નાન દાન હરિ હરિજન પૂજવા રે, થાય પાપસંતાપનો નાશ.      ક૦
આજ સર્વે તીર્થમાં દ્વારિકાં રે, મનવાંછિત ફળ દેનાર.              ક૦
બ્રહ્માનંદ કહે વિશ્વકર્માકૃત મહોલમાં રે, રાજે રુક્મિણી સહિત મોરાર.   ક૦

 

 

 

મૂળ પદ

રૂડી મંગળ રૂપ જેની મૂર્તિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી