જમોને જમાડું રે જીવન મારા રંગમાં રમાડું રે...જીવન મારા ૧/૧

જમોને જમાડું રે, જીવન મારા,
હરિ રંગમાં રમાડું રે, જીવન મારા				...૧
વાલાજી મારા સોનાનો થાળ મંગાવું, મોતીડે વધાવું રે		-જી૦ ૨
વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, જમોને થાય ટાઢું રે		-જી૦ ૩
વાલાજી મારા ગૌરીનાં ઘૃત મંગાવું, માંહી સાકર નંખાવું રે		-જી૦ ૪
વાલાજી મારા દૂધ કઢેલાં ભલી ભાંતે, જમોને આવી ખાંતે રે		-જી૦ ૫
વાલાજી મારા પાપડ પતાસાં ને પોળી, જમોને ગળી મોળી રે		-જી૦ ૬
વાલાજી મારા તુવેરની દાળ ચડી ભારી, વિશેષે વઘારી રે		-જી૦ ૭
વાલાજી મારા કઢી કરી છે બહુ સારી, જમોને ગીરધારી રે		-જી૦ ૮
વાલાજી મારા આદાં કેરીનાં અથાણાં, છે વાલ ને વટાણા રે		-જી૦ ૯
વાલાજી મારા જે જે જોઈએ તે માંગી લેજો, ખારું ને મોળું કહેજો રે	-જી૦ ૧૦
વાલાજી મારા જળ રે જમુનાની ભરી ઝારી, ઊભા છે બ્રહ્મચારી રે	-જી૦ ૧૧
વાલાજી મારા લવિંગ સોપારી તજ તાજાં, જમોને લાવું ઝાઝાં રે		-જી૦ ૧૨
વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી, છો અંતરજામી રે			-જી૦ ૧૩

 

મૂળ પદ

જમોને જમાડું રે, જીવન મારા

મળતા રાગ

થાળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
0