જમો જમોને મારા જીવન જુગતે ભોજનિયાં રસ ભરીયાં રે..૪/૪

જમો જમોને મારા જીવન જુગતે, ભોજનિયાં રસભરિયાં રે;
	પાક શાક તમ સારુ પ્રીતમ, કોડે કોડે કરિયાં રે	...જમો૦ ૧
ગળિયાં તળિયાં તાજાં તાતાં, કનક થાળમાં ધરિયાં રે;
	આરોગો મારા નાથ અલૌકિક, ઘૃત ઝાઝાં ઘેબરિયાં રે...જમો૦ ૨
કઢી વડી કારેલાં કાજુ, રાઈતણાં દહીંથરિયાં રે;
	જોઈએ તો ઉપરથી લેજો, મીઠું જીરું મરિયાં રે	...જમો૦ ૩
બ્રહ્માનંદના નાથ શિરાવ્યા, દૂધ ભાત સાકરિયાં રે;
	ચળું કર્યું હરિ તૃપ્ત થઈને, નીરખી લોચન ઠરિયાં રે	...જમો૦ ૪
 

મૂળ પદ

પ્રાત થયું મનમોહન પ્યારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રભાતિયા વોલ.૨
Studio
Audio
0
0