ઓધવજી ઘનશ્યામ અમારી, આંખડલીના તારાજી;૬/૬

પદ ૨૯૮ મું(૬/૬)

ઓધવજી ઘનશ્યામ અમારી, આંખડલીના તારાજી;
હૈડાના છે હાર હરિવર, જીવનપ્રાણ અમારા.  જોઇને જીવુંજી૦ ૧
રાત દિવસ રટના એક એની, જેમ તે ચંદ ચકોરાજી;
નીર વિના જેમ માછલીને, મેઘ વિના જેમ મોરા.  જોઇ૦ ૨
જેમ રિતુ રાજ વિના કોયલ ગતિ, સ્વાંત વિના બપૈયોજી;
એમ વ્રજચંદ વિના વ્રજ વિનતા, ઓધવ જાઇ એમ કહિયો. જોઇ૦ ૩
ઓધવ પ્રાણ રહ્યા છે અમારા, એક દરશનની આશેજી;અ
દરશન વિના તો પ્રાણ તજીને, આવશું પ્રીતમ પાસે.  જોઇ૦ ૪
જો હરિ પ્રાણ જીવાડવા ચાહો તો, વેહેલાં દરશન દેજોજી;
પ્રેમાનંદના નાથજી નહીં તો, પાસ તેડાવી લેજો.  જોઇ૦ ૫
 

મૂળ પદ

વિનતડીરે વ્રજનારનીરે, કેહેજો વહાલાજીને જાઇજી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી ઘનશ્યામ જીલાવા
Studio
Audio
1
0