અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં, ૩/૪

 અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં,

મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં.                  અખંડ૦ ૧
અગર ધુપ અતિ શોભતા, દીપક અજવાળું,
મુખડું મોહનલાલનું નિરખું રૂપાળું.                   અખંડ૦ ૨
ભેરી શંખ મૃદંગ ધુની, વાજાં અતિ વાજે,
બ્રહ્મા ભવ સુર આવિયા, સૌ દર્શન કાજે.          અખંડ૦ ૩
જય જય વાણી ઉચ્ચરે, ઘેરે સ્વર ગાવે,
બ્રહ્માનંદના નાથની, છબી જોઇ સુખ પાવે.      અખંડ૦ ૪

મૂળ પદ

લાલ મનોહર લીજીએ

મળતા રાગ

બિલાવલ(રામગ્રી) વેરાવલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી