અસાડે અલબેલા આવીને, વાળો રંગની રેલ રે;૨/૧૩

 પદ ૪૭૦ મું(૨/૧૩)

અસાડે અલબેલા આવીને, વાળો રંગની રેલ રે;
ઢોલીયા ઉપર આવી બીરાજો, ઓસરીયે રંગછેલ રે.                ૧
વાજે વાજાં સરોદા દોકડ, મુનિવર ગાયે મલાર રે;
ગાવો સંગાથે ચપટી વગાડીને, ધર્મતણા કુમાર રે.                  ૨
દરશન કરવા આતુર હરિજન, ગઢપુરવાસી લોક રે;
કરુણા દ્રષ્ટિએ જોઇને ટાળો, વિજોગતણો હરિ શોક રે.              ૩
વરસે મેઉલો જોર કરી હરિ, ગરજે ગગન ઘન ઘોર રે;
પ્રેમાનંદ કહે વ્યાકુલ તમ વીના, જુવતી ચાત્રુક મોર રે.           ૪
 

મૂળ પદ

જેઠ માસે પરદેશ પધાર્યા, પ્રીતમ તોડીને પ્રીત રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી