ભાદરવે ભરપૂર વહે હરિ, ઉન્મતગંગામાં નીર રે;૪/૧૩

પદ ૪૭૨ મું(૪/૧૩)

ભાદરવે ભરપૂર વહે હરિ, ઉન્મતગંગામાં નીર રે;

આવો તો ન્હાવા જાઇએ જીવન, સાથે મંડલ મુનિ ધીર રે. ૧

ચાંખડીયું પે'રીને પાતળિયા, લાકડલી લેઇ હાથ રે;

રાજમારગે પધારતા રસિયા, દુરજન કરતા સનાથ રે. ૨

ચઢતા હરિ શણગારી માણકી, રાખતાં તાજણ ત્યાર રે;

એ સુખ ક્યાંરે દેખાડશો અમને, કેસરના અસવાર રે. ૩

ઘેલે ના'ઇને જાતા વળતી, ફૂલવાડી સુખપૂર* રે;

પ્રેમાનંદ કહે ગઢપુર મેલી, નાથ થયા કેમ દુર રે. ૪

મૂળ પદ

જેઠ માસે પરદેશ પધાર્યા, પ્રીતમ તોડીને પ્રીત રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Live
Audio
0
0