અધિક માસે અલબેલા જાણી, અબળાની પૂરણ પ્રીત રે;૧૩/૧૩

 પદ ૪૮૧ મું(૧૩/૧૩)

અધિક માસે અલબેલા જાણી, અબળાની પૂરણ પ્રીત રે;
છીપ સ્વાંત જ્યું સ્નેહનાં બાંધ્યા, આવો અકળ અજીત રે.       
આવે પ્રાણ દેહમાં પાછા, નિરખી ધર્મકુમાર રે;
અંગોઅંગ આનંદનિધિ ઉમંગે, મળતાં પ્રાણઆધાર રે.             
સરવસ વારું સુંદર મુખપર, પધરાવું સુખધામ રે;
નેણાં થાયે શિતલ નિરખીને, સુફલ જન્મ કરો શ્યામ રે.          
જે કોઇ ગાયે ને શીખે સાંભળે, પ્રીતે બારે માસ રે;
પ્રેમાનંદનો નાથજી તેના, ઉરમાં કરશે નિવાસ રે.                   
 

મૂળ પદ

જેઠ માસે પરદેશ પધાર્યા, પ્રીતમ તોડીને પ્રીત રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી