મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે, ચિંતવન કરવા ચિત્ત આતુર ૨/૪

મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે, ચિંતવન કરવા ચિત્ત આતુર-૦૧
તરુણ મનોહર મૂર્તિ નાથની રે, રાજીવ લોચન જોબનપૂર-૦૨
સોળે ચિહ્ન સહિત અતિ શોભતી રે, સુંદર ચરણકમળની જોડ-૦૩
હળવી રહીને હેતે ચાંપતી રે, ક્યારે હવે પૂરશે મનના કોડ-૦૪
પિંડી જાનુ નિત્યે નીરખતી રે, રૂડા સાથળ ચિહ્ન સહિત-૦૫
શ્યામ કટિ જોઈ જાદવરાયની રે, નિત્ય નિત્ય નૌતમ ઊપજે પ્રીત-૦૬
ઊંડી નાભી કમળ સરીખડી રે, ત્રિવળી નીરખી ઉદરમાંય-૦૭
છાતી ઊપડતી અતિ ઓપતી રે, હવે ક્યારે ભુજગ્રહી બાથ ભરાય-૦૮
મુખની શોભા જોઈ મહારાજની રે, લાજે પંકજ પૂરણ ચંદ-૦૯
નાસા નેણ ભૃહ જોઈ ભાલને રે, જાય બલિહારી પ્રેમાનંદ-૧૦
 

મૂળ પદ

સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0