પ્રાણી સ્વામિનારાયણ સમરથ શ્રી ભગવાન છેરે; શ્રીભગવાન છે કૃપાના નિધાન છે ૨/૪

પ્રાણી સ્વામિનારાયણ સમરથ શ્રી ભગવાન છેરે;
			શ્રીભગવાન છે કૃપાના નિધાન છે. પ્રાણી૦ ટેક.
અધમઓધારણ દીનના બંધુ, શરણાગત પ્રતિપાળ;
		સ્વામિનારાયણ નામ લે તેને, પાસે ન આવે કાળ. શ્રીભ૦ ૧
પુરુષોત્તમજી પ્રગટ્યા પોતે, અનાથના એ નાથ;
		આ અવસર જે નહિં માને તે, પછે ઘસશે હાથ. શ્રીભ૦ ૨
જંત્ર નથી કશો જાદુ નથી ભાઇ, નથી મત ને પંથ;
		જાણી જોઇને દયા કરી છે, ઓધારવાને જંત. શ્રીભ૦ ૩
ઘોર કળીમાં સતજુગ થાપ્યો, અનાદિ મોક્ષની રીત;
		પ્રેમાનંદ કહે નહીં માને તો, પછે થાશે ફજીત. શ્રીભ૦ ૪
 

મૂળ પદ

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છેરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
થયું સવાર
Studio
Audio
0
0