પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે ૪/૪

પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે;
	ગાઈએ દુરિજનથી લેશ ન લજાઈ રે		...પ્રાણી૦ ટેક.
સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ;
	આ અવસર જો કોઈ લેશે, તેનાં સરશે કામ	...પ્રાણી૦ ૧
સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઊંચે સાદે ગાય;
	સાંભળીને જમદૂત તેને, દૂરથી લાગે પાય		...પ્રાણી૦ ૨
સ્વામિનારાયણ નામનો પ્રાણી, અતિ મોટો પ્રતાપ;
	અંતકાળે પ્રભુ તેડવા આવે, સ્વામિનારાયણ આપ	...પ્રાણી૦ ૩
સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી, તજી લોકની લાજ;
	પ્રેમાનંદ કહે રાજી થઈ તેના, ઉરમાં રહે મહારાજ	...પ્રાણી૦ ૪
 

મૂળ પદ

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે

મળતા રાગ

સોહની

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
મહેન્દ્ર કપુર

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

મંત્ર મહિમા ગાન
Studio
Audio
0
0