એકાદશી આજનો દિન સારો રે ગાઇયે નટવર નંદલારો..૧/૪

એકાદશી આજનો દિન સારો રે, ગાઈએ નટવર નંદદુલારો	...ટેક.
એના વ્રતનો મહિમા ભારી રે, જાણે બ્રહ્માદિક ત્રિપુરારી રે;
		મળે પ્રગટ પ્રમાણ મુરારી		...એકાદશી૦ ૧
વ્રત રાખીને હરિવર વરીએ રે, દૃઢ અંતર આંટી ધરીએ રે;
		કોડે આનંદ ઉત્સવ કરીએ		...એકાદશી૦ ૨
બ્રહ્માનંદ કહે એ વ્રત રહ્યા છે રે, તે તો પાર સંસાર થયા છે રે;
		એમ ઉદ્ધવજી કહી ગયા છે		...એકાદશી૦ ૩

 

મૂળ પદ

એકાદશી આજનો દિન સારો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0