એકાદશી ઉત્સવનો દિન રૂડો રે કોડે નિરખીએ છેલ કાનુડો..૨/૪


એકાદશી ઉત્સવનો દિન રૂડો રે, કોડે નીરખીએ છેલ ક્હાનુડો	...ટેક.
રસિયા સંગ રંગભર રમીએ રે, દેહ પ્રાણ ઇન્દ્રિય મન દમીએ રે;
		ત્યારે ગિરધરને મન ગમીએ		...એકાદશી૦ ૧
નિત્ય પ્રેમ સુધારસ પીજે રે, કરી વ્રત નવ રાચીએ બીજે રે;
		રસિયો નટનાગર રીઝે		...એકાદશી૦ ૨
જેણે વચન થકી વ્રત કીધું રે, તેનું સઘળું તે કારજ સીધું રે;
		બ્રહ્માનંદ કહે જન્મ ફળ લીધું		...એકાદશી૦ ૩
 

મૂળ પદ

એકાદશી આજનો દિન સારો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0