અડકે વિધવાને અંગે નર જે સતસંગી૩/૪

પદ ૬૦૯ મું

અડકે વિધવાને અંગે નર જે સતસંગી;

કરી કામ બુદ્ધિ તે સંગ નર જે સતસંગી  .    ૧

તેને દેખે સહુ નરનારી નર જે સતસંગી;

જાહેર હોય વાતું બારી નર જે સતસંગી.      ૨

કરે પાપ નિવારણ તારે નર જે સતસંગી;

ચાંદ્રાયણ વૃત નિરધારે નર જે સતસંગી.       ૩

કેદી આપતકાળ જો હોયે નર જે સતસંગી;

જાણીને અડકે તોયે નર જે સતસંગી.            ૪

તેનો તે દોષ ન લાગે નર જે સતસંગી;

ચીત હરિ ચરણે અનુરાગે નર જે સતસંગી.     ૫

એ ગ્રહસ્ય ભક્તને માથે નર જે સતસંગી;

લખ્યું પ્રેમાનંદને નાથે નર જે સતસંગી.          ૬ 

મૂળ પદ

ઉદ્ધવ માર્ગની રીતિ શિષ્ય સાંભળજે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી