હાંરે નિત્ય સંત સમાગમ માંગીએ;૨/૫

પદ ૬૧૨ મું(૨/૫)

હાંરે નિત્ય સંત સમાગમ માંગીએ;

હાંરે ધર્મનિષ્ટા તે શિષ્ય નવ ત્યાગીએ જીરે. સંત૦ ટેક.

હાંરે સાચા ભાગવત ધર્મને તું પામીઓ;

હાંરે સત્સંગે તે દુ:ખ દૂર વામીઓ જીરે. સંત૦ ૧

હાંરે લોકમાંહે વિખ્યાત આજથી કરી;

હાંરે થયો સત્સંગી તે નામને ધરી જીરે. સંત૦ ૨

હાંરે મેં કહ્યા તે ધર્મ દ્રઢ રાખજે;

હાંરે હરિની અચળ ભક્તિ કરી દાખજે જીરે. સંત૦ ૩

હાંરે પામીશ તેજોમય સુખરૂપને;

હાંરે વૈકુંઠ ગૌલોકધામ અનૂપને જીરે. સંત૦ ૪

હાંરે પાસે રહીશ સદા કૃષ્ણ દેવને;

હાંરે કરીશ દેવને દુર્લભ એવી સેવને જીરે. સંત૦ ૫

હાંરે સુખ ભોગવીશ વાંછીત જાઇને;

હાંરે પ્રેમાનંદ કહે છે સમ ખાઇને જીરે. સંત૦ ૬

મૂળ પદ

હાંરે શિષ્ય સાંભળ કહું સંત વાતડી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)

Studio
Audio
0
0