એકાદશી ઉત્સવનો છે દહાડો રે ખૂબ રમીએ તે રંગ અખાડો..૩/૪


એકાદશી ઉત્સવનો છે દહાડો રે, ખૂબ રમીએ તે રંગ અખાડો	...ટેક.
કરીએ વ્રત અતિ ઉછરંગે રે, પહેરી વસ્ત્ર આભૂષણ અંગે રે;
		રમીએ શ્યામ સુંદરવર સંગે		...એકાદશી૦ ૧
સખી શ્યામ ચરણ ચિત્ત લાઈએ રે, વિષરૂપ વિષય વિસરાઈએ રે;
		ગિરિધર નટનાગર ગાઈએ		...એકાદશી૦ ૨
એનો મહીમા કહ્યામાં ન આવે રે, મોટા મોટા મુનિવર ગાવે રે;
		બ્રહ્માનંદ કહે હરિને મિલાવે		...એકાદશી૦ ૩
 

મૂળ પદ

એકાદશી આજનો દિન સારો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0