સખી આજ અલોકીક વાતડીરે, ૩/૬

પદ ૬૧૮ મું(૩/૬)

સખી આજ અલોકીક વાતડીરે, કૃપા કરી કીધી ઘનશ્યામ;

સાંભળીને ઠરે મારી છાતડીરે. સાંભ૦ ટેક.

શુક નારદ ઉદ્ધવ નિજ દાસનેરે, પુછ્યાં પ્રશ્ન અતિ સુખધામ. સાંભ૦ ૧

એક શું છે હેતુ કલ્યાણનુંરે, જેણે ન થાયે એવું તે શું કે'વાય;

પછી ન થયો ઉતર બીજા કોયથીરે, પોતે બોલ્યા શ્રીવૈકુંઠરાય. સાંભ૦ ૨

ભય પામ્યો મુમુક્ષુ જન્મ મરણથીરે, તેને તર્યાનો એજ ઉપાય;

સત શાસ્ત્ર સાકાર મારી મૂર્તિરે, સાચા સંત સાકાર મુને ગાય. સાંભ૦ ૩

એને વિષે જોડાયે જન પાતકીરે, તે તો સહેજે પામે ભવ પાર;

પ્રેમાનંદ કે' ભજે જાઇ ધામમાંરે, દિવ્ય રુપે મને સાકાર. સાંભ૦ ૪

મૂળ પદ

બલિહારી શ્રીગિરિધરલાલનીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0