વાલા રહેજો સદા મારી સાથ રે પ્રીતમજી પ્યારા,
હું તો દાસી તમારી તમો નાથ રે પ્રીતમજી પ્યારા...૧
સદા રહેજો તમારો સંગાથ રે પ્રીતમજી પ્યારા,
હેતે ઝાલી રાખજો મારો હાથ રે પ્રીતમજી પ્યારા...૨
મને ગમે છે તમારો જ સંગ રે પ્રીતમજી પ્યારા,
દેજો સાચા સંતોનો પ્રસંગ રે પ્રીતમજી પ્યારા...૩
તવ મૂર્તિમાં મન રહે ડૂબ્યું રે પ્રીતમજી પ્યારા,
રહે તમારું મુખ મુંથી ચૂંબ્યું રે પ્રીતમજી પ્યારા...૪
હીંચો હૈયાને હીંચકે હેતાળા રે પ્રીતમજી પ્યારા,
સુણો જ્ઞાનસખીના કાલાવાલા રે પ્રીતમજી પ્યારા...૫