હરખ અતિ ભેટ્યા કૃષ્ણપતિ આજ એકાદશી હરખ અતિ૨/૪


હરખ અતિ ભેટયા કૃષ્ણપતિ, આજ એકાદશી હરખ અતિ	...ટેક.
મનમોહન મારે મંદિર આવ્યા, અધિક થઈ હું તો પુણ્યવતી	...આજ૦ ૧
પીતાંબર આભૂષણ પહેરી, ચાલંતા વહાલો હંસ ગતિ		...આજ૦ ૨
પુરુષોત્તમ પૂરણ વર પામી, રહી નહિ ખામી હવે એક રતી	...આજ૦ ૩
બ્રહ્માનંદ કહે હરિવર વરતાં, ચૌદ ભુવનમાં હું થઈ રે છતી	...આજ૦ ૪
 

મૂળ પદ

ઉત્સવની પ્યારી કેશવની

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી