મનના માનેલ માવ રે, આવો વાલા મનના માનેલ માવ ૧/૪

મનના માનેલ માવ રે, આવો વાલા મનના માનેલ માવ...ટેક.
અમે અબળા વાલા દાસ તમારાં રે, અમ પર આવડલો શ્યો દાવો રે-આવો૦ ૧
મોતીડાં વેરાવું વાલા ચોક પૂરાવું રે, દૂધડે પખાળું તારા પાવ રે-આવો૦ ૨
એકવાર વાલા મારે મંદિર પધારો રે, જોવા મારા દલડાનો ભાવ રે-આવો૦ ૩
પ્રેમાનંદના શ્યામ મનોહર, નઠોર ન થઈએ નાવ રે-આવો૦ ૪
 

મૂળ પદ

મનના માનેલ માવ રે, આવો વાલા મનના માનેલ માવ

મળતા રાગ

પરજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio & Video
1
0