મુને તારા મુખની માયા લાગી રે, સલૂણા શ્યામ સોહાગી, ૧/૨

૪૯ પદ ૧/૨ રાગ પરજ દેશી

મુને તારા મુખની માયા લાગી રે, સલૂણા શ્યામ સોહાગી,

માણીગર હું તો તારા મોલિડામાં મોહી માવા,

રસિયાજી રૂપ જોઇ અનુરાગી રે. સલૂણા.૧

સાંભળી સુંદર તારા મુખડાની વાણી વાલા,

હવે મારા મનની ભ્રમણા ભાંગી રે. સલૂણા.૨

માવા મરમાળી તારી આંખડલીની રેખું રાતી,

આવી મારા ઉરમાં ઉંડી વાગીરે. સલૂણા.૩

પ્રેમાનંદના પ્યારા હાર હૈયાના કાના વારી,

તમ કારણે થઇ વેરાગીરે. સલૂણા.૪

મૂળ પદ

મુને તારા મુખની માયા લાગી રે, સલુણા શ્યામ સોહાગી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0