પછે બોલ્યા સુંદરશ્યામ સુંદરી સંગે રે માગો વર આપું ઇનામ અતિ ઉમંગે રે..૨/૪

પછે બોલ્યા સુંદરશ્યામ, સુંદરી સંગે રે,
માગો વર આપું ઇનામ અતિ ઉમંગે રે. ટેક૦
માગ્યો વર માનનીયે રે, જોડી જીવનને હાથ,
મારા વ્રતને દિવસે રે, અન્ન ન જમે પીવે પાથ. સુંદરી૦ ૧
ઇંદ્રિય અગીઆરમાં ઉપની રે માટે એકાદશી નામ,
તપસ્વી છઉં તે કારણે રે, મારું વ્રત કરે નિષ્કામ. સુંદરી૦ ૨
મનસહિત ઇંદ્રિયું રે કહાવે જે અગ્યાર,
મારાવ્રતને દિવસે રે, એને કરવા ન દેવો આહાર. સુંદરી૦ ૩
પંચવિષયને પરહરી રહે તજી ક્રોધ ને કામ,
વ્રત કરે તેની ઉપરે રે, રીઝે ભૂમાનંદનો શ્યામ. સુંદરી૦ ૪

મૂળ પદ

એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે

મળતા રાગ

સામેરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0