વ્રત એકાદશીને તુલ્ય કોઇ ન કહાવે રે, કરો કોટિક ગાયોનું દાન બરોબર નાવે રે ૩/૪

વ્રત એકાદશીને તુલ્ય, કોઇ ન કહાવે રે,
કરો કોટિક ગાયોનું દાન બરોબર નાવે રે, ટેક૦
એકાદશે ઇંદ્રિયું રે રાખીને નિયમમાંઇ
પ્રગટ પ્રભુ વિના મુખથી રે, વૃથા વાણી ન બોલે કોઇ. કોય૦ ૧
અડસઠ તીરથ કરવે રે, આવું ન સરે કાજ,
એકાદશીને દિવસે રે, મુને મળ્યા પ્રગટ મહારાજ. કોય૦ ૨
પ્યારી કરી પ્રબોધની રે, વ્હાલે આપ્યું વરદાન,
આ વ્રત કેરે દિવસે રે, કરવું કેવળ જળનું પાન. કોય૦ ૩
હરિજનને નવ મૂકવી રે, એકાદશી કહે શ્યામ,
ભૂમાનંદ કહે પામશો રે, તમે જરૂર વૈકુંઠધામ. કોય૦ ૪

મૂળ પદ

એકાદશી થઇ એ વાત સર્વે જાણો રે

મળતા રાગ

સામેરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0