લટકાળાને લટકે મારું મનડું મોયું બેનીરે, ૩/૪

૧૦૨ પદ ૩/૪

લટકાળાને લટકે મારું મનડું મોયું બેનીરે,

ભુધરજીને ભજતાં હું તો બીક ન રાખું કેનીરે. લટ.૧

પાતલિયાસું પ્રીત બંધાણી સંસારીસું તોડીરે,

રૂપ ઉજાગર સુખના સાગર નટનાગર સુખ જોડીરે. લટ.૨

મન માન્યું શામળિયા સાથે ચરણકમલરસ ચાખ્યોરે,

મન કર્મ વચને સંસારીડો મેં તો કુચો કરીને નાંખ્યોરે. લટ.૩

સગા કુટુંબ પિયર સાસરિયાં ન રહું કોઇની ઝાલીરે,

પ્રેમસખી વાલાને વરવા શિર કરમાં લેઇ ચાલીરે. લટ.૪

મૂળ પદ

આજ સખી શામળિયો વાલો, સુપનામાં મુને મલિયારે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0