વાલાજી જોવાને હું તો વે’લી ઝબકીને જાગી, આવીને ઊભી છું બાઈ હું તો ખડકીએ લાગી રે ૨/૪

વાલાજી જોવાને હું તો વે’લી ઝબકીને જાગી,
	આવીને ઊભી છું બાઈ હું તો ખડકીએ લાગી રે	...વાલાજી૦ ૧
ખડકીએ ઊભી ઊભી હરિના ગુણડા રે ગાવું,
	નીરખી જીવન તનડાના તાપ સમાવું રે		...વાલાજી૦ ૨
વાલોજી દીસે છે બાઈ શોભાના રે ધામ,
	મોહનજીને મળવાને મને આવ્યો છે કામ રે	...વાલાજી૦ ૩
વાલાજીને જોઈને લોભાણી મતિ મારી,
	મનડું કરે છે મળવા હું રાખું વારીવારી રે		...વાલાજી૦ ૪
પ્રેમાનંદના સ્વામીને જોઈ,
	મગન થઈ છું બાઈ હું તો અંગોઅંગ મોઈ રે	...વાલાજી૦ ૫
 

મૂળ પદ

વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું

મળતા રાગ

રામકલી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઉદયની આરાધના
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૧
Studio
Audio
0
0