શામળિયો સનેહિ બાઇ મને પ્રાણથી પ્યારા, ૩/૪

શામળિયો સનેહી બાઈ મને પ્રાણથી પ્યારા,
	ઘડીએ ન મેલું વાલાજીને નયણાંથી ન્યારા રે	...શામળિયો૦ ૧
તન મન ધન મારું વાલાજીને કાજે,
	હવે નથી બીતી દુરિજન લોકડાની લાજે રે		...શામળિયો૦ ૨
વાલાજી સંગાથે બાઈ મારું ચિત્તડું બંધાણું,
	હવે આ સંસારિયાને તૃણ જેવા જાણું રે		...શામળિયો૦ ૩
મેલ્યો રે સંસારિયો મેં તો હરિવર માટે,
	વાલોજી વરી હું બાઈ મારા શિરને સાટે રે		...શામળિયો૦ ૪
ભલે રે મળ્યા બાઈ મને હરિવર આવી,
	પ્રેમાનંદના વાલાની હું તો કા’વી રે		...શામળિયો૦ ૫
 

મૂળ પદ

વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0