પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી, ૧/૪

૧૬૭ પદ ૧/૪ રાગ ભૈરવી પ્રભાતિ

પ્રાત થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી, ટેક.

દર્શન કારણ મુનિવર મોટા, આવ્યા હરખ ભર્યા ભારી, પ્રાત.૧

પંચાનન સહસ્ત્રાનન ષડમુખ, ગજવદનો વર ઉર્ગારી,

શારદ નારદ વ્યાસ કીર મુનિ, સનકાદિક ઋષિવર ચ્યારીઃ પ્રાત.૨

મૂષકવાહન શિખિવાહન જુત, વૃષભેશ્વર ભવભયહારી,

ગાયે નાચે કરે કુતોહલ, મુર્તિ તમારી ઉર ધારી, પ્રાત.૩

વદન ઉઘાડો અરવિંદ લોચન, નિરખો કૌતુક કંસારી,

પ્રેમાનંદનો નાથજી ઉઠયા, દીધા દર્શન સુખકારી, પ્રાત.૪

મૂળ પદ

પ્રાત થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ

શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
ઉદયની આરાધના
Studio
Audio
0
0