અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો, ૧/૪

 ર૪૩ પદ ૧/૪ રાગ સામેરી.

અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો,
અનિહાંહાંરે મારા તનડાના તાપ સમાવો,                                                        ટેક.
મોર મુગટ ધરી સુંદર મોરલી અનિહાંહાંરે વાલા ગીત મધુરા ગાવો.              
કેસરભીના કૃષ્ન પધારો અનિહાંહાંરે મને પ્રેમે કરીને બોલાવો.                        
નૌતમ જોબન નાથ મનોહર અનિહાંહાંરે મારા ચિત્તડાને લલચાવો.                
શ્રીપુરુષોત્તમ પ્રગટપૂરણ અનિહાંહાંરે વાલા પ્રેમાનંદને મન ભાવો.                 

મૂળ પદ

અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી