અનિહાંહાંરે આવો જાદવ જોયા જેવા, ૨/૪

 ૨૪૪ પદ ર/૪

અનિહાંહાંરે આવો જાદવ જોયા જેવા,
અનિહાંહાંરે રાખું રુદિયામાં એવાને એવા.                                                        ટેક.
કમલ નેણ મારે મંદિર પધારો અનિહાંહાંરે મને સુખડું અલૌકિક દેવા.             
પલંગ ઉપર પધરાવું હરિવર અનીહાંરારે કરું ચરણકમલની સેવા.                 
જેરે જોયે તે આણી આણી આપું અનિહાંહાંરે મનગમતા મીઠાઇ ને મેવા.        
સર્વે વિસારીને તમને સંભારું અનિહાંહાંરે આપો પ્રેમાનંદને એ હેવા.               

મૂળ પદ

અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી