અનિહાંહાંરે મનમોહન પ્રીતમ પ્યારા, ૪/૪

 ૨૪૬ પદ ૪/૪

અનિહાંહાંરે મનમોહન પ્રીતમ પ્યારા,
અનિહાંહાંરે છો જીવન પ્રાણ અમારા.                                                    ટેક.
વનમાલી વાલા છો મુજને અનિહાંહાંરે મારી આંખડલીના તારા.        
અલબેલા આંખડલીમાં રાખું અનિહાંહાંરે ક્ષણુએ ન મેલું ન્યારા.         
શ્યામ સ્નેહી છો હાર હિયાના અનિહાંહાંરે નટનાગર નંદદુલારા.         
પ્રેમાનંદના પ્રાણજીવન છો અનિહાંહાંરે મારો જનમસુધારણહારા.       

મૂળ પદ

અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી