મારે અવિનાશી ઘેર આવ્યારે, સુફળ જનમ કર્યો સામરે૧/૪

૨૮૮ પદ ૧/૪ રાગ ધનાશ્રી

મારે અવિનાશી ઘેર આવ્યારે, સુફળ જનમ કર્યો સામરે. મારે.ટેક

સામૈયું લઇ શ્યામ સુંદરને, મોટે મોટે મોતીડે વધાવ્યારે. સુફળ.૧

પ્રેમ કરી મેં તો પાતલિયાને, મંદિરમાં પધરાવ્યારે. સુફળ.૨

મિઠડાં લઇને મલિ મોહનવરને, તન મન તાપ સમાવ્યારે. સુફળ. ૩

કરી કરુણા કમલાવર મુજપર, કંચન મેહ વરસાવ્યારે. સુફળ.૪

પ્રેમાનંદના નાથને મળતાં, ત્રિભોવનમાં જશ ગાવ્યારે. સુફળ.૫

મૂળ પદ

મારે અવિનાશી ઘેર આવ્‍યારે, સુફળ જનમ કર્યો સામરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0