માતા પારણિયે ઝુલાવે શ્રીઘનશ્યામને રે, સુંદર રેશમ કેરી દોરી લઈને હાથ ૨/૪

માતા પારણિયે ઝુલાવે શ્રીઘનશ્યામને રે,
સુંદર રેશમ કેરી દોરી લઈને હાથ;
	માતા હિલોગાવે લઈ લઈ હરિનાં નામને રે,
	ઝૂલો ધર્મકુંવર પ્રભુ સુરનર મુનિના નાથ...માતા૦ ૧
વાજે પારણિયે બહુ ઘણણણ ણણણણ ઘંટડી રે,
ચરણે ઝણણણ ણણણણ ઝાંઝરનો ઝણકાર;
	ખણણણ ણણણણ ખણકે ઘુઘરડી હેમે જડી રે,
	ગણણણ ણણણણ ઝણણે ઘુઘરડાની હાર...માતા૦ ૨
બોલે પાંજરિયે બહુ પક્ષી હરિને આગળે રે,
મેના પોપટ કુર્કુટ કોયલ મોર ચકોર;
	ભીંતે આલેખ્યાં બહુ ચિત્ર મનોહર કાગળે રે,
	તેને જોઈ જોઈ રાજી થાયે ધર્મકિશોર...માતા૦ ૩
આગે અનંત ભાતનાં રમકડલાં આણી ધર્યાં રે,
ચકરી ભમરા ઘૂઘરા કોયલ આદિ અપાર;
	ચૂસે સોના કેરું ચૂસણિયું હરખે ભર્યા રે,
	પ્રેમાનંદના સ્વામી સુંદર ધર્મકુમાર...માતા૦ ૪
 

મૂળ પદ

માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે

મળતા રાગ

રામકલી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- પ્રસ્તુત કીર્તનનાં બીજા પદમાં સ્વામી ભાવ, સૂર અને શબ્દના સંયોગ કોઈ અદ્ભુત રીતે કરે છે. એક (ધ) ની પાછળ સાત સાત (ણ) લગાડે છે. એવી જ રીતે ઝ, ખ અને ગ ની પાછળ સાત-સાત (ણ) લગાડ્યા છે. એટલે સૂરની દ્રષ્ટિએ અતિ સુંદર ગણાય. ભાવની દ્રષ્ટિએ એ ભરપૂર ગણાય અને શબ્દની દ્રષ્ટિએ (ધ) એટલે ધરતી ઉપર પ્રગટેલા ધર્મપૂત્રના જન્મદિન વાગતી ઘંટડીના અવાજથી અસૂરો ધ્રૂજી ઊઠ્યા. (ઝ) એટલે જગદીશનાં ઝાંઝરના ઝણકારથી શહેર, ગામડે અને ઘેર ઘેર સમાધિરૂપી ભક્તિનાં ઝરણાં વહેવા લાગ્યાં. ‘ખણણણ’ ના ‘ખ’ થી એટલે કે પૃથ્વી પર પ્રગટેલા પ્રભુને પગમાં પહેરેલ ઝાંઝરની ઘૂઘરડીઓના ખણખણાટથી કામક્રોધાદિક દોષો ખળભળી ઊઠ્યા અને પ્રભુના પ્રાગટ્ય સમે ગવાતાં મંગળ ગીતોના ગણગણાટથી ગમાર લોકો પણ ગમ ખાઈ ગયા. આવા અર્થસભર શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ સહજાનંદના જન્મે આ ભૂતળ પર દિવસ જ નહીં, રાત્રિ પણ આહ્લાદક બની રહે છે. આકાશમાં ક્યાંય પણ મ્લાનિ-ગ્લાનિ વર્તાતી નથી. આ જન્મોત્સવ પ્રસંગે વાતાવારણ ઉત્સવ અને સંગીતમય બની જાય છે. દુંદુભિ વાગે છે. આકાશમાં દેવો દર્શનાર્થે ઝૂરી રહ્યા છે. માનનીઓ મંગળ ગીતો ગાતી ગાતી દર્શનાર્થે ટોળે મળી છે. અરે, ગણિકાઓ પણ આ આનંદમાં ગુલતાન થઈ છે. સૌ કોઈ બાલપ્રભુને રમવા માટે ભાતભાતના મેના, પોપટ આદિક રમકડાંઓ લાવ્યાછે. એને એ જ પક્ષીઓ પાંજરીયે બેસી બાલપ્રભુનું મુખ નિહાળી પ્રભુના ગુણાનુવાદ ગાવા લાગ્યા છે. II૧થી૪II રહસ્યઃ- ભક્તિનો પંથ ઈશ્વર પ્રત્યે પહોંચવાનો પ્રેમશૌર્યનો પંથ છે. પ્રભુનું પ્રાગટ્ય પ્રેમીને મન આનંદનું પૂર્ણ સ્વરૂપ છે. ‘બોલે ખમ્મા, ખમ્મા’ જેવી ઊક્તિઓમાં તલપદી ભાષાની તાકાત દર્શાવી જન્મોત્સવનો આનંદ પ્રયોજાયેલો છે. આ પદોના ઢાળ ગેયતાની દ્રષ્ટિએ આકર્ષક છે. રજૂઆત આનંદદાયક છે. તાલ મધ્યલયનો કહરવા છે. પદ ઢાળ લોક ભોગ્ય છે. દરેક સ્થાયી ઉપાડ મનમોહક છે. પ્રાસાદિકનો પ્રસાદ અદ્ભુત પદ સુગેય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0